ખબર

MDHના માલિક ધર્મપાલ ગુલાટીનો હોસ્પિટલનો વિડીયો આવ્યો સામે, હોસ્પિટલમાં પણ દેશભક્તિ છલકતી મળી જોવા

ગઈકાલે દેશના એક મોટા ઉદ્યોગપતિ જે સૌથી મોટી ઉંમરના ટીવી જાહેરાત સ્ટાર પણ રહ્યા છે એવા પદ્મશ્રી ધર્મપાલ ગુલાટી, જેમને MDH મસાલા કંપનીની સ્થાપના કરી હતી તેમનું 98 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયુ.

ધર્મપાલ ગુલાટીની ઓળખ દુનિયાભરમાં છે. તેઓ પોતાના દેશ સેવા માટેના કાર્યો માટે પણ ઓળખાતા હતા. ત્યારે હોસ્પિટલની અંદરથી તેમનો છેલ્લો વિડીયો પણ સામે આવ્યો છે જેની અંદર દેશભક્તિ ગીત ગાતા ગાતા તેમનો દેશ પ્રેમ છલકાઈ રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં ધર્મપાલ હોસ્પિટલના બેડ ઉપર સુઈ રહ્યા છે અને બાજુમાં એક વ્યક્તિ ઉભો રહી અને “હે પ્રીત જહાં કી રીત જહાં” ગીત ગાઈ રહ્યો છે, અને ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિઓ તાળીઓ દ્વારા તેમનો ઉત્સાહ પણ વધારતા જોવા મળે છે. તો ધર્મપાલ પણ આ ગીતમાં પોતાના સુર પુરાવી રહ્યા છે.

ટ્વીટર ઉપર આ વિડીયો ફિલ્મમેકર વિવેક રાજન અગ્નિહોત્રી દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેમને લખ્યું છે કે આજની તારીખનો સૌથી ભાવુક કરવા વાળો વીડિયો. પોતાના છેલ્લા શ્વાસ સુધી.

આ વીડિયો ક્યારનો છે તે હજુ સ્પષ્ટ થઇ શક્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા ઉપર તેમના આ વીડિયોને તેમના છેલ્લા સમયનો વિડીયો કહીને વાયરલ કરવામાં આવી રહ્યો છે.  તો ઘણા મીડિયામાં આ વીડિયો જૂનો હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ તેમનો આ વિડીયો ખરેખર દિલમાં દેશભક્તિ અને તેમના દેશપ્રેમને બતાવી રહ્યો છે.