જ્યોતિષ શાસ્ત્ર

લવિંગનો આ પ્રયોગ અપનાવશો તો આખી જિંદગીમાં ક્યારેય નહી થાય પૈસાની તંગીનો અહેસાસ, થઈ જશો માલામાલ… આ રીતે મુકી દો ઘરમાં

આપણે ત્યાં દરેક વસ્તુઓના ઘણા બધા ઉપયોગ થતા હોય છે. ત્યારે રસોડામાં વપરાતી તો દરેક વસ્તુઓ રસોડાના કામ સિવાય પણ ઉપયોગમાં આવે છે. પરંતુ બધી જ વસ્તુના આવા ઘણા બધા ઉપયોગો વિશે આપણને જાણકારી નથી હોતી. જેથી આજે અમે તમને આવી જ એક વસ્તુ, જે આપણે રસોડામાં ઉપયોગમાં લઈએ છીએ તેના જુદા જુદા ઉપયોગો વિશે જણાવીશું.

લવિંગનો ઉપયોગ માત્ર રસોઈ બનાવવા માટે અને રસોઈના ટેસ્ટમાં વધારો કરવા માટે જ થાય છે. પરંતુ એવું નથી. લવિંગ જેટલો જ રસોઈના ટેસ્ટમાં વધારો કરે છે. એટલો જ એના પ્રયોગથી જીવનમાં શાંતિ અને મધુરતા પણ લાવે છે. તો ચાલો આજે જાણીએ લવિંગનો ઉપયોગ અને તેનાથી થતાં ફાયદાઓ વિશે.

Image Source

1. જો તમારું કોઈ કામ ઘણા સમયથી અટકી ગયું છે અને થતું નથી તો તમારા માટે આ ઉપાય બેસ્ટ છે. એક લીંબુ લો, એમાં 7-8 લવિંગ ખોસી દો. હનુમાનજીનો મંત્ર ૐ શ્રી હનુમંતે નમ: આ મંત્રનો 31 વખત જાપ કરો પછી એ લીંબુ તમે તમારા કામ કરતી વખતે સાથે રાખો તમારા અટકેલાં કામ પાર પડશે અને તમારા બગડેલા કામ પણ સુધરશે.

2. જો તમારા કામમાં અવરોધ આવતો હોય તો આરતી સમયે કપૂર સળગાવી એમાં 3 લવિંગ મૂકી દો. અને આંખ બંધ કરી તમારા ઇષ્ટદેવને પ્રાર્થના કરો. આમ કરવાથી તમારા જીવનમાં ક્યારેય અવરોધ નહી આવે.

3. ક્યારેય એવું બનતું હોય છે કે અમુક કામ તમે તમારી મરજીથી નથી કરતાં. પરંતુ પરાણે પરાણે કરવા પડતાં હોય છે. ત્યારે તમે એક કપૂર સળગાવી એમાં લવિંગનું ફૂલ નાખોને પછી એ તમે ખાઈ જાવ. તમારે તમારી જિંદગીમાં ક્યારેય તમારી મરજી વિરુદ્ધનું કામ નહી કરવું પડે.

Image Source

4. જ્યારે પણ આરતી ઉતારો ત્યારે એમાં દીવામાં એક લવિંગ પણ નાખવું. આમ કરવાથી ઘરમાં શાંતિ રહેશે અને ધનલાભ પણ ખૂબ થશે.

એક લીંબુ લો અને એમાં લગાવી દો 5-6 જેટલા લવિંગ, પછી જુઓ થોડી જ વારમાં થાય ચમત્કાર… તમારી તો આંખો જ ખુલ્લી રહી જશે…

આમ તો લીંબુ અને લવિંગનો ઉપયોગ આપણે બધા જાણીએ જ છીએ. લીંબુમાં વિટામિન સી ભરપૂર હોવાથી તે ઘણી બધી રીતે આપણાં શરીર માટે ઉપયોગી છે. લીંબુનો ઉપયોગ કરવાથી આપણે ફિટ એન્ડ ફાઇન રહી શકીએ છીએ. તેમજ રસોઈમાં ખટાશનું પ્રમાણ વધારવા માટે પણ લીંબુનો ઉપયોગ ઘરે ઘરે કરવામાં આવે છે.

Image Source

તો લવિંગ પણ આપના રસોડામાં હસે જ, લવિંગને ગરમ મસાલાનાં ઉપયોગમાં લેવામાં આવે છે. રસોઈને સુગંધિત બનાવવા માટે અને શરીરની પાચનશક્તિ વધારવા માટે લવિંગનો ઉપયોગ થાય છે. પરંતુ આ સિવાય પણ લવિંગ અને લીંબુનો ઉપયોગ થાય છે. ચાલો જાણીએ એના એ ચમત્કારિક ઉપયોગ વિશે.

લીંબુ અને લવિંગનો ચમત્કારિક પ્રયોગથી મચ્છર થશે દૂર:

એક લીંબુ લો અને એના ચપ્પાની મદદથી બે ભાગ કરો. એમાં બંને ભાગમાં લવિંગ લગાવી દો. લવિંગનો ઉપરનો ભાગ બહાર રહે એમ લગાવી જે ભાગમાં ઘરમાં મચ્છર ખૂબ આવતા હોય એ ભાગમાં મૂકી દો. થશે એક ચમત્કાર.

એક પણ મચ્છર તમને આ મૂક્યા પછી જોવા નહી મળે. લવિંગ અને લીંબુની સુગંધ વાતાવરણમાં જેવી ફેલાશે કે એક પણ મચ્છર તેની આસપાસ પણ નહી રહે.

Image Source

જી હા, એ વાત એકદમ સાચી છે. બજારમાં મળતા ઓલઆઉટ જેવુ જ કામ કરે છે, લીંબુ અને લવિંગને ભેગા થવાથી એમાંથી એક અલગ જ પ્રકારની સુગંધ વાતાવરણમાં ભળી જાય છે. અને એ જેવી ભલે કે તરત જ બધા જ મચ્છરો વાતાવરણથી દૂર જવા લાગે છે. તો હવેથી આ જ ઉપાય અજમાવજો. બજારમાં મળતા મોંઘા મોંઘા મોસકિટો રેપલેટ ખરીદવામાં ખોટા પૈસાનો બગાડ ન કરતાં. તમારે પૈસાની પણ બચત થશે અને મચ્છર પણ દૂર ભાગી જશે. આ પ્રયોગ કરવાથી બે મોટા ફાયદા સીધા જ તમને જોવા મળશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks