કડવા ચોથ ઉપર દુલ્હનની જેમ તૈયાર થઇ ચહલની પત્ની ધનાશ્રી, દૂર રહેલા પતિ વગર આ ખાસ રીતે મનાવ્યો તહેવાર, જુઓ વીડિયો

ગઈકાલે દેશભરમાં ખુબ જ ધામધૂમથી કડવા ચોથનો તહેવાર ઉજવવામાં આવ્યો, આ દિવસે મોટાભાગની સ્ત્રીઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખ્યું અને પૂજા પણ કરી. ત્યારે સોશિયલ મીડિયામાં પણ આ તહેવારની ઘણી બધી તસવીરો અને વીડિયો જોવા મળ્યા. સામાન્ય માણસની જેમ સેલેબ્સમાં પણ આ તહેવારનું ખાસ મહત્વ હોય છે, તે પણ ખુબ જ ધામધૂમથી આ તહેવારની ઉજવણી કરતા હોય છે. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યૂઝવેન્દ્ર ચહલની પત્નીએ પણ આ તહેવારને ખાસ રીતે ઉજવ્યો.

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે ઇન્સ્ટાગ્રામ પર તેની પત્ની ધનાશ્રી વર્માને કડવા ચોથની શુભેચ્છા પાઠવી હતી. યુઝવેન્દ્રએ વીડિયો કોલ દ્વારા ધનાશ્રીને કડવા ચોથની શુભેચ્છા પાઠવી હતી. બીજી તરફ ધનાશ્રીએ પણ વીડિયોમાં પોતાના પતિનો ચહેરો જોઈને ઉપવાસ ખોલ્યો હતો. તમને જણાવી દઈએ કે, યુઝવેન્દ્ર ટી20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમના અન્ય ક્રિકેટરો સાથે ઓસ્ટ્રેલિયામાં છે.

વર્ચ્યુઅલ કડવા ચોથનો વીડિયો શેર કરતા ધનાશ્રીએ કેપ્શનમાં લખ્યું, “ભારત-ઓસ્ટ્રેલિયા વાલા કરવા ચોથ.” યુઝવેન્દ્ર સાથે કડવા ચોથની વિધિ પૂરી કરતી વખતે તેણે લાલ સૂટ પહેર્યો હતો. ચહલે ત્રણ-ચાર તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં ધનશ્રી દુલ્હનની જેમ સજ્જ છે. એક તસવીરમાં ધનશ્રીના હાથમાં મહેંદી પણ જોવા મળી રહી છે. ચહલે આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું, ‘હેપ્પી કડવા ચોથ પત્ની. લવ યુ.’

યુઝવેન્દ્ર ચહલ હાલમાં ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયા ગયો છે જ્યાં તેને વર્લ્ડ કપમાં ભાગ લેવાનો છે. ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડ કપ 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે. ભારતીય ટીમની વાત કરીએ તો રોહિત શર્માના નેતૃત્વમાં તે 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.

તમને જણાવી દઈએ કે, યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના લગ્ન વર્ષ 2020માં થયા હતા. તે જ વર્ષે બંનેએ સગાઈ કરી અને તેમના સંબંધોની જાણ કરી. ધનશ્રી એક ડૉક્ટર ઉપરાંત કોરિયોગ્રાફર પણ છે. ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર તેની મોટી ફેન ફોલોઈંગ છે. જેમાં તે પોતાના ડાન્સ વીડિયો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

લગભગ એક મહિના પહેલા, ચહલ અને ધનાશ્રી વચ્ચેના વિવાદના સમાચારે વેગ પકડ્યો હતો જ્યારે ધનશ્રીએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલની પ્રોફાઇલમાંથી યુઝવેન્દ્ર ચહલનું નામ હટાવી દીધું હતું. આ પછી તરત જ ચહલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તે નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યો છે.

Niraj Patel