IPLની ચીયર લીડરને દિલ આપી બેઠો હતો આ દિગ્ગજ ક્રિકેટર, બંનેની પ્રેમ કહાની કોઈ રોમાન્ટિક હિન્દી ફિલ્મોથી કમ નથી, જુઓ

આ ક્રિકેટરની લવ સ્ટોરી છે ખુબ જ દિલચસ્પ, IPLમાં મેચ દરમિયાન જ આપી બેઠો હતો ચીયર લીડર્સને દિલ, જુઓ

ક્રિકેટ અને ગ્લેમરને વર્ષો જૂનો સંબંધ છે, ઘણાં એવા ક્રિકેટરો છે જેમને મોડલ અને અભિનેત્રીઓ સાથે લગ્ન કર્યા છે. તેમના અફેરના સમાચાર પણ સતત ચર્ચામાં રહેતા હોય છે, તેમના પ્રેમ સંબંધોની શરૂઆતથી લઈને તેમના લગ્ન જીવનની સફર સુધી ચાહકો પણ તેમના ઉપર સતત નજર રાખતા હોય છે, તેમની પ્રેમ કહાની પણ ઇન્ટરનેટ પર વાયરલ થઇ જતી હોય છે. ત્યારે આજે અમે તમને એક એવા જ ક્રિકેટરની કહાની જણાવીશું, જે કોઈ હિન્દી ફિલ્મોની લવ સ્ટોરી કરતા જરા પણ કમ નથી.

કહેવાય છે કે પ્રેમ કોઈની સાથે ગમે ત્યાં થઈ શકે છે. દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોક પર આ સંપૂર્ણ રીતે ફિટ લાગે છે. ક્રિકેટરોની દુનિયા મોટાભાગનો સમય મેદાન પર વિતાવે છે અને ડી કોકની લવ સ્ટોરી પણ આ મેદાનથી જ શરૂ થઈ હતી. મેચ દરમિયાન, જ્યારે ખેલાડી ચોગ્ગા અને છગ્ગા ફટકારે છે ત્યારે ચીયરલીડર્સ તેમની ટીમ માટે ઉજવણી કરતા જોવા મળે છે.

ડી કોક આવી જ એક સુંદર ચીયરલીડર્સને દિલ આપી બેઠો હતો. લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. તેની પત્નીનું નામ સાશા હાર્લી છે. શાશા અને ડી કોકની લવ સ્ટોરી ચેમ્પિયન્સ લીગ T20 2012ની મેચથી શરૂ થઈ હતી. જેમાં તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો હતો. તે મેચમાં શાશા ચીયરલીડર હતી.

સામાન્ય રીતે આવા કિસ્સામાં છોકરાઓ પહેલ કરે છે પરંતુ અહીં સાશાએ સૌપ્રથમ ડી કોક સાથે વાત કરી. મેચ જીત્યા બાદ સાશાએ ડી કોકને ફેસબુક પર અભિનંદન પાઠવ્યા હતા. અહીંથી બંને વચ્ચે વાતચીત વધતી ગઈ અને મિત્રતા પણ ગાઢ થતી ગઈ. લગભગ ત્રણ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી, સાશા અને ડી કોકે ડિસેમ્બર-2015માં સગાઈ કરી અને પછી 19 સપ્ટેમ્બર 2016ના રોજ બંનેએ લગ્ન કરી લીધા.

ક્રિસમસ પર, ડી કોકે શાશાને એક શાનદાર લક્ઝરી કાર ભેટમાં આપી. શાશા ચોક્કસપણે ક્રિકેટને પસંદ કરે છે અને તે તેના પતિને સપોર્ટ કરતી પણ જોવા મળે છે. શાશાને પ્રવાસ, બોટિંગ પણ ગમે છે. જો આપણે તેના ઇન્સ્ટાગ્રામ પર નજર કરીએ તો, તેણી અને તેના પતિ સિવાય, તે ઘણા બધા પ્રાણીઓ પણ પોસ્ટ કરે છે, કદાચ તે પ્રાણીઓને પણ પ્રેમ કરે છે.

Niraj Patel