આલિયાને સીડીઓથી ઉતરતી જોઇ નીતૂ કપૂરે જતાવી ચિંતા : રણબીરને કહ્યુ- પકડો એને

સાસુ સામે મીની સ્કર્ટ પહેરી પ્રેગ્નેટ આલિયા ભટ્ટે આવી રીતે છૂપાવ્યો બેબી બંપ, રણબીરે આવી રીતે આપ્યો સહારો

અભિનેત્રી આલિયા ભટ્ટ આ દિવસોમાં તેના પ્રેગ્નેંસી પીરિયડને એન્જોય કરી રહી છે. આ દરમિયાન તે તેની મેટરનીટી ફેશનથી બધાને પ્રભાવિત પણ કરી રહી છે. તાજેતરમાં જ તે તેના પતિ રણબીર કપૂર અને સાસુ નીતુ કપૂર સાથે જોવા મળી હતી. આ દરમિયાન તે ઘણા સ્ટાઇલિશ લુકમાં સ્પોટ થઇ હતી. હસીના રણબીર સાથે ટ્વીનિંગ કરતી જોવા મળી હતી. જ્યારે તેના ચહેરા પર પ્રેગ્નેસી ગ્લો સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. આલિયાએ તેના માટે આ વખતે બ્લેક કપડા પસંદ કર્યા હતા, જેમાં તેનો બેબી બમ્પ સંપૂર્ણપણે છુપાયેલો જોવા મળ્યો હતો.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ફેશન ગોલ આપતા જોવા મળ્યા હતા. આલિયાએ પોતાના માટે ખૂબ જ આરામદાયક કપડાં પસંદ કર્યા હતા, જેમાં તેનો બેબી બમ્પ પણ દેખાઇ રહ્યો નહોતો. આલિયાએ બ્લેક સાટિન ટોપ પહેર્યું હતું, જેમાં V નેકલાઇન અને ફુલ સ્લીવ્સ હતી. આ લૂઝ ટોપ તેના બેબી બમ્પને છુપાવીને તેના શરીરના આકારને પણ ઢાંકી રહ્યું હતું. હસીનાએ તેના કેઝ્યુઅલ ટોપને મેચિંગ મિની સ્કર્ટ સાથે જોડી દીધું હતુ, જે સ્ટ્રેચેબલ ફેબ્રિકથી બનેલું હતું. જેના કારણે આલિયાને ચાલવામાં કોઈ તકલીફ પણ પડી રહી ન હતી.

રણબીર કપૂરના લુકની વાત કરીએ તો તે બ્લેક સાટિન શર્ટ સાથે તેણે મેચિંગ ટ્રાઉઝર પહેર્યુ હતુ. તેનો આ લુક તેને એક ડેપર જેવો બનાવી રહ્યો હતો. રણબીર તેની પત્ની આલિયાને પાછળથી સંભાળતો જોવા મળ્યો હતો. ત્યાં નીતુ કપૂર સફેદ આઉટફિટમાં જોવા મળી હતી. તેણે રાઉન્ડ નેક ટોપ સાથે ટ્રાઉઝર પહેર્યું હતું. તે લેડી બોસની જેમ ચાલતી જોવા મળી હતી. આલિયા ભટ્ટ ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે અને સાસુ નીતુ કપૂર વહુનું ઘણુ ધ્યાન પણ રાખી રહી છે. જે સામે આવેલા વીડિયોમાં કેદ પણ થયું.

આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને નીતુ કપૂર બાંદ્રાની એક આલીશાન રેસ્ટોરન્ટમાં ડિનર માટે પહોંચ્યા હતા. આ રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતી વખતે બહાર પેપરાજી હાજર હતા. આ દરમિયાન પેપરાજીના કેમેરામાં એક ખૂબ જ કેરિંગ મોમેન્ટ કેદ કરવામાં આવી છે. ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો જોવા મળી રહ્યો છે, જેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ સાથે નીતુ કપૂર ત્રણેય આગળ વધી રહ્યા છે અને નીતુ રણબીરનો હાથ પકડી રહી છે.

વીડિયોમાં ત્રણેય એકબીજા સાથે વાત કરતા જોવા મળે છે, પરંતુ આલિયા સીડીની નજીક આવતા જ સાસુ નીતુ કપૂર સાવધ થઈ જાય છે. વીડિયોમાં નીતુ કપૂર રણબીરને સંભાળીને તેનો હાથ પકડવા કહેતી જોવા મળે છે. જે બાદ તરત જ રણબીર આલિયાનો હાથ પકડી લે છે, જેથી તેને સીડીઓ ઉતરવામાં કોઈ તકલીફ ન પડે. જો કે, આલિયા પણ કહે છે કે હું ઠીક છું.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina