કોણ છે એ મિસ્ટ્રી ગર્લ ? જેણે વિરાટ કોહલીને કહ્યું “માય લવ” પછી સાથે એક તસવીર લીધી અને રાતો રાત બની ગઈ સ્ટાર, જાણો

વિરાટ કોહલી સાથેની તસવીરને લઈને રાતોરાત વાયરલ થઇ જનારી આ મિસ્ત્રી ગર્લ છે ખુબ જ સુંદર, ગ્લેમરસ તસવીરોથી ભર્યું પડ્યું છે સોશિયલ મીડિયા, જુઓ કોણ છે તે ?

ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ રમી રહી છે. ભારતે એક વોર્મ-અપ મેચ રમી છે, જ્યારે એક રદ કરવામાં આવી છે. ટીમ ઈન્ડિયાનું વાસ્તવિક મિશન 23 ઓક્ટોબરથી શરૂ થશે, જ્યારે તે સુપર-12 મેચમાં મેલબોર્નમાં પાકિસ્તાન સામે ટકરાશે. ટીમ ઈન્ડિયાનું લક્ષ્ય અહીં વર્લ્ડ કપ જીતવાનું છે. ભારતીય ટીમના ખેલાડીઓ 7 ઓક્ટોબરે જ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા, અહીં કોઈ બાયોબબલ નથી. (Image credit:Ameesha Basera/Instagram)

આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સતત બહાર ફરતા રહે છે. ક્રિકેટના બાદશાહ વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં પણ ખૂબ જ પ્રખ્યાત છે અને તેની સતત ફેન્સ સાથે તસવીરો ક્લિક થતી રહે છે. વિરાટ કોહલી સાથે એક મિસ્ટ્રી ગર્લની તસવીર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે અને ઝડપથી વાયરલ થઈ રહી છે. દરેક વ્યક્તિ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ છોકરી કોણ છે અને તે વિરાટ કોહલીને ક્યાં મળી હતી.

જ્યારે ટીમ ઈન્ડિયા બ્રિસ્બેનમાં હતી ત્યારે એક મિસ્ટ્રી ગર્લે વિરાટ કોહલી સાથે તસવીર ક્લિક કરી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. આ છોકરી છે અમીષા બસેરા જે ઓસ્ટ્રેલિયામાં રહે છે. 21 વર્ષની અમીષાએ વિરાટ કોહલી સાથેનો પોતાનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો, જે વાયરલ થયો હતો.

અમીષા ભારતીય મૂળની છે અને તેણે ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગ કર્યું છે. વિરાટ સાથેની તસવીર શેર કરતાં તેણે લખ્યું કે આ લાગણી શબ્દોની બહાર છે. જ્યારથી તેણે વિરાટ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે ત્યારથી તે સ્ટાર બની ગઈ છે. તેના ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા હજારોમાં પહોંચી ગઈ છે.

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ ઘણા સમય પહેલા ઓસ્ટ્રેલિયા પહોંચી હતી, પરંતુ મિશન T20 વર્લ્ડ કપ 23 ઓક્ટોબરથી શરૂ થશે. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમવાની છે, બંને ટીમો મેલબોર્નમાં આમને-સામને ટકરાશે. સુપર-12માં બંને ટીમોની આ પ્રથમ મેચ છે, તેથી વિજય સાથે મિશનની શરૂઆત કરવા માંગે છે.

Niraj Patel