દીવાળી પાર્ટીમાં લાલ જોડામાં પતિ વિક્કી કૌશલ સાથે હાથોમાં હાથ નાખી પહોંચી કેટરીના, નોરા સહિત અનેક સ્ટાર્સે પણ આપી હાજરી- જુઓ તસવીરો

રમેશ તોરાનીએ આપી ગ્રેંડ દીવાળી પાર્ટી, સજી-ધજી પહોંચ્યા બોલિવુડ સ્ટાર્સ, વિક્કી કેટરીનાએ લૂંટી લીધી લાઇમલાઇટ

સામાન્ય લોકોની સાથે-સાથે બોલીવુડ સેલેબ્સ પર પણ દિવાળીનો તહેવાર ચઢવા લાગ્યો છે. દિવાળીના આગમન પહેલા જ ઘણા સ્ટાર્સના ઘરે પાર્ટી શરૂ થઈ ગઈ છે. બોલિવૂડના જાણીતા નિર્માતા રમેશ તૌરાનીએ તાજેતરમાં તેમના ઘરે દિવાળીની પાર્ટીનું આયોજન કર્યું હતું અને તેમાં તમામ પ્રખ્યાત સેલેબ્સે હાજરી આપી હતી. બુધવારે રાત્રે મુંબઇમાં રમેશ તોરાનીની દિવાળી પાર્ટીનું આયોજન મુંબઇમાં યોજાયુ હતુ. અહીં બોલિવુડના અનેક સ્ટાર્સ પહોંચ્યા હતા અને બોલિવુડ હસીનાઓએ તો લહેંગામાં ધૂમ મચાવી હતી.

આ ભવ્ય પાર્ટીની ઘણી તસવીરો સામે આવી છે, જેને જોઈને તમારી આંખો પણ પહોળી રહી જશે. વિક્કી કૌશલ-કેટરીના કૈફ, રિતેશ દેશમુખ-જેનેલિયા અને નોરા ફતેહીથી લઈને તાપસી પન્નુ સુધી અનેક સ્ટાર્સે આ પાર્ટીમાં હાજરી આપી હતી અને હસીનાઓએ પોતાની સુંદરતા ફેલાવવામાં કોઈ કસર છોડી નહોતી. આ દિવાળી પાર્ટીમાં જેણે લાઇમલાઇટ લૂંટી તે હતા વિક્કી-કેટરિના…જેમણે કેમેરા સામે જોરદાર પોઝ આપ્યા હતા.

કેટરિના કૈફ લાલ રંગના આઉટફિટમાં ધૂમ મચાવી રહી હતી જ્યારે વિક્કી વાદળી રંગના કુર્તામાં જોવા મળ્યો હતો.આ દિવાળીની પાર્ટીમાં સલમાન ખાનના બહેન-બનેવી આયુષ અને અર્પિતા પણ જોવા મળ્યા હતા. અર્પિતાએ ગ્રીન સૂટ પહેર્યો હતો, જયારે આયુષે ઓફ-વ્હાઈટ કલરનો કુર્તા પાયજામા પહેર્યો હતો. કરણ જોહરે સ્ટાર કપલ નેહા ધૂપિયા અને અંગદ બેદી સાથે ખૂબ પોઝ આપ્યા હતા. નેહાએ બ્લુ સૂટ અને અંગદ બેદીએ મલ્ટી કલરનો કુર્તો પહેર્યો હતો. આ સિવાય કરણ જોહર બ્લેક કુર્તામાં જોવા મળ્યો હતો.

આ ગ્રાન્ડ દિવાળી પાર્ટીમાં નુસરત ભરૂચા સિલ્વર લહેંગામાં જોવા મળી હતી અને તે આ આઉટફિટમાં સુંદર લાગી રહી હતી. થોડા સમય પહેલા લગ્નના બંધનમાં બંધાયેલા કપલ રાજકુમાર રાવ અને પત્રલેખાએ પણ આ દિવાળી પાર્ટીમાં હાજરી આપી હતી. પત્રલેખાએ સફેદ ફ્લોરલ લહેંગા પહેર્યો હતો તો બીજી તરફ રાજકુમાર રાવ બ્લેક કુર્તા પાયજામામાં જોવા મળ્યો હતો. બોલિવૂડ અભિનેત્રી શરવરી વાઘે પણ સુંદર લહેંગામાં દીવાળી પાર્ટીમાં એન્ટ્રી કરી હતી.

આ ઉપરાંત ડેવિડ ધવન, આદિત્ય રોય કપૂર, હુમા કુરેશી, અને સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી પણ જોવા મળી હતી. સોહા અલી ખાન પણ તેના પતિ કુણાલ સાથે આ દિવાળી પાર્ટીમાં પહોંચી હતી. આ ભવ્ય દિવાળી પાર્ટીમાં રિતેશ-જેનેલિયા શાનદાર લુકમાં પહોંચ્યા હતા. રમેશ તોરાનીએ પણ આ કપલ સાથે જોરદાર પોઝ આપ્યા હતા. આ પાર્ટીમાં કૃતિ સેનન તેની બહેન સાથે પહોંચી હતી. કૃતિએ બ્લેક સૂટ પહેર્યો હતો

અને નૂપુર સેનન લાલ લહેંગામાં સુંદર લાગી રહી હતી. તાપસી પન્નુ આ દિવાળી પાર્ટીમાં ગુલાબી સાડીમાં જોવા મળી હતી. આ પાર્ટીમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.કાર્તિક આર્યન રમેશ તોરાનીની પાર્ટીમાં સફેદ કુર્તા સેટ પહેરીને પહોંચ્યો હતો. આ આઉટફિટમાં એક્ટર એકદમ હેન્ડસમ લાગતો હતો. શિલ્પા શેટ્ટીએ મેહરૂન ડિઝાઈનર સાડીમાં પાર્ટીની તમામ લાઇમલાઇટ ચોરી લીધી હતી. અભિનેત્રી પતિ રાજ કુન્દ્રા સાથે ત્યાં પહોંચી હતી.

પાર્ટીમાં એકતા કપૂર વ્હાઈટ મલ્ટી શરરા પહેરી પહોચી હતી. બોલિવૂડના લોકપ્રિય કપલ પુલકિત સમ્રાટ-કૃતિ ખરબંદા પણ રમેશ તોરાનીની પાર્ટીમાં જોવા મળ્યા હતા. શહનાઝ ગિલ પણ આ પાર્ટીમાં જોવા મળી હતી અને તે ગિલ્ટરી સાડી પહેરી હતી, જે દિવાળીનો સંપૂર્ણ માહોલ આપી રહી હતી. શહનાઝ સંપૂર્ણ ફટાકડાની જેમ દેખાઈ રહી હતી.નોરા ફતેહીએ પણ પાર્ટી માટે જબરદસ્ત લુક કેરી કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina