જાણિતી સિંગર નેહા કક્કર આ દિવસોમાં ટીવીના સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 13ને જજ કરી રહી છે. આ શોમાં ક્યારેક કંટેસ્ટંટ બની રિજેક્ટ થયેલી નેહા કક્કર આજે આ જ શોને જજ કરી રહી છે. સિંગિંગ ઉપરાંત નેહા કક્કર પોતાના ઓવર ઇમોશનલ થવા અને આંસુઓ માટે પણ ઘણી ફેમસ છે. હાલમાં સોશિયલ મીડિયા પર નેહાનો એક વીડિયો સામે આવ્યો છે, જે વાયરલ થઇ રહ્યો છે. આ ઇન્ડિયન આઇડલ 13ના લેટેસ્ટ એપિસોડનો પ્રોમો છે.
જેમાં નેહા સુપરસ્ટાર ગોવિંદાને ગળે લગાવી રડતી જોવા મળે છે. દીવાળીના શુભ અવસર પર સુપરસ્ટાર ગોવિંદા ઇન્ડિયન આઇડલ 13ના સ્ટેજ પર પરિવાર સાથે આવવાના છે. આ શોમાં ગોવિંદા પત્ની સુનિતા અને દીકરી ટીના આહુજા સાથે આવશે. શોના આ સિઝનને નેહા કક્કર, વિશાલ દદલાની અને હિમેશ રેશમિયા જજ કરી રહ્યા છે. શોમાં ગોવિંદાને આવેલ જોઇ નેહા ખુશીથી ઉછળી પડે છે કારણ કે તે ગોવિંદાની મોટી ફેન છે.
જો કે, શોના લેટેસ્ટ એપિસોડમાં નેહાને ખબર પડે છે કે ગોવિંદા પોતે નેહાના ફેન છે. સોની એન્ટરટેઇનમેન્ટ ચેનલના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શોનો એક નવો પ્રોમો જારી થયો છે. જેમાં દીવાળી સ્પેશિયલ એપિસોડની ઝલક બતાવવામાં આવી છે. સુપરસ્ટાર ગોવિંદા પરિવાર સાથે શોની રોનક વધારવાના છે. પ્રોમોમાં ગોવિંદાની પત્ની સુનિતા નેહાને કહે છે તમે ગોવિંદાના ફેવરેટ સિંગર છો અને તે તમારા ફેન છે. પછી ગોવિંદા નેહાની ઘણી પ્રશંશા કરે છે
અને કહે છે કે, આવું દિલ જોઇએ સારા આર્ટિસ્ટનું જે કોઇનું દુખ જોઇને, આંસુ જોઇ પોતાની આંખોમાં પણ આંસુ આવી જાય. સુનિતા આહુજા કહે છે કે આઇ લવ યુ નેહુ, તે ઘણી ઇમોશનલ છે. ઘણી પ્યારી છે. ગોવિંદાના મોંથી પોતાની પ્રશંસા સાંભળી નેહા ઇમોશનલ થઇ જાય છે અને તેના આંસુ નીકળી જાય છે. પછી નેહાને રડતી જોઇ ગોવિંદા તેના આંસુ લૂછે છે. ઇન્ડિયન આઇડલનો આ પ્રોમો ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે.
View this post on Instagram