મોટી ઉંમરે બાળકને જન્મ આપવા જઈ રહી છે, હવે દેખાડવા લાગી તેનો મોટો બેબી બંપ
બોલિવુડ અભિનેત્રી બિપાશા બસુ આ દિવસોમાં તેના પ્રેગ્નેંસી પીરિયડને એન્જોય કરી રહી છે. તે અવાર નવાર બેબી બંપ સાથે કેમેરામાં કેદ થતી રહે છે અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે. બિપાશા બસુ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે. કેટલાક સમય પહેલા બિપાશા બસુ તેના પતિ કરણ સિંગ ગ્રોવર સાથે સ્પોટ થઇ હતી.
આ દરમિયાન પેપરાજી દ્વારા તેને કેમેરામાં કેદ પણ કરવામાં હતી, જેની તસવીરો પણ સામે આવી હતી. આ તસવીરોમાં તે ઘણી ખૂબસુરત લાગી રહી હતી અને તેનો પ્રેગ્નેંસી ગ્લો પણ સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. બિપાશા જલ્દી જ માતા બનવાની છે અને તેને લઇને તે ઘણી ચર્ચામાં પણ બનેલી છે. બિપાશા અવાર નવાર તેના બેબી બંપની તસવીરો શેર કરતી રહે છે. બિપાશા બસુએ બ્લેક ડ્રેસમાં કરણ સિંહ ગ્રોવર સાથે ટ્વિનિંગ કર્યુ હતુ.
આ દરમિયાન તે ખૂબસુરત લાગી રહી હતી. બિપાશાએ પેપરાજીને અલગ અલગ અંદાજમાં પોઝ પણ આપ્યા હતા. બિપાશાનું થોડા સમય પહેલા જ બેબી શાવર યોજાયુ હતુ અને આ દરમિયાન તેના પરિવારની સાથે સાથે નજીકના મિત્રો પણ હાજર રહ્યા હતા. બિપાશા બેબી શાવરમાં ઘણી ખૂબસુરત પણ લાગી રહી હતી. બિપાશા ક્યારેક ડિનર ડેટ પર તો ક્યારેક ક્લિનિક પર સ્પોટ થાય છે. બિપાશાએ થોડા સમય પહેલા જ તેની પ્રેગ્નેંસી એનાઉન્સ કરી હતી
અને ત્યારથી તે તેના પ્રેગ્નેંસી ફેઝને ઘણુ એન્જોય કરી રહી છે. ક્યારેક તે સલૂન જતા પણ સ્પોટ થાય છે. મીડિયા રીપોર્ટ્સનું માનીએ તો, હવે બસ કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યુ છે અને જલ્દી જ બિપાશા અને કરણના ઘરે નાનકડા મહેમાનની કિલકારીઓ ગુંજવાની છે. બંને તેમના આવનારા બાળકને લઇને ઘણા એક્સાઇટેડ છે. એક ઇન્ટરવ્યુમાં બિપાશા પોતે રિવીલ કરી ચૂકી છે કે તે ઘણા સમયથી બાળકનું પ્લાનિંગ કરી રહી હતી.
બિપાશા અને કરણે એકબીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2006માં લગ્ન કર્યા હતા અને હવે લગ્નના 6 વર્ષ બાદ બંને પેરેન્ટ્સ બનવા જઇ રહ્યા છે. જણાવી દઇએ કે, કરણ સિહ ગ્રોવરે બિપાશા સાથે ત્રીજા કર્યા લગ્ન કર્યા હતા. જ્યારે બિપાશા બસુના તે પહેલા લગ્ન હતા. કરણે બિપાશા પહેલા શ્રદ્ધા નિગમ અને જેનિફર વિંગેટ સાથે લગ્ન કર્યા હતા. એક ઇન્ટરવ્યુમાં કરણે જણાવ્યુ હતુ કે તે અને તેનો પતિ કરણ બંને દીકરી ઇચ્છે છે.