લગ્ન પછી કેટરીના કૈફની પહેલી કરવા ચોથ ! રેડિયંટ સાડી, હાથમાં ચૂડો, માંગમાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર સાથે બીજીવાર દુલ્હન જેવી સજી કેટરીના

એકદમ સંસ્કારી વહુ બની ગઈ કેટરીના કૈફ, મંગળસૂત્ર-ચૂડો પહેરી સેલિબ્રેટ કરી પહેલી કરવા ચોથ, જુઓ વધુ તસવીરો

કરવા ચોથનો તહેવાર સૌથી મોટો અને વિશેષ છે. આ પ્રસંગે દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓ સુધી આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. બોલિવૂડ સેલેબ્સે પણ કરવા ચોથની ધામધૂમથી ઉજવણી કરી હતી. ત્યાં લગ્ન પછી કેટરીના કૈફની આ પહેલી કરવા ચોથ હતી. આ ખાસ કરવા ચોથ પર કેટરીના સાડી, માંગમાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર તેમજ હાથમાં ચૂડા સાથે બીજીવાર દુલ્હન જેવી સજી હતી.

તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર પતિ વિક્કી કૌશલ સાથેના કેટલાક ફોટા શેર કર્યા છે. કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્ન ગયા વર્ષે 9 ડિસેમ્બરે થયા હતા. લગ્ન બાદ કેટરીના કૈફે આ વર્ષે પહેલીવાર કરવા ચોથની ઉજવણી કરી હતી. આ ખાસ અવસર પર કેટરિના કૈફે નવી દુલ્હન જેવી લાગતી હતી. તસવીરોમાં કેટરિના અને વિક્કી કૌશલ વચ્ચે મજબૂત બોન્ડિંગ દેખાતું હતુ. આ ઉપરાંત કેટરીનાએ તેના સાસુ-સસરા સાથેની પણ તસવીર શેર કરી હતી,

જે ફેમિલી ગોલ આપી રહી હતી. કેટરિના પરથી તો ચાહકોની નજર હટાવવી મુશ્કેલ બની ગઇ હતી. સાડીમાં કેટરિના ઘણી જ સુંદર લાગી રહી હતી. લુકને કમ્પ્લીટ કરવા માટે કેટરીનાએ માંગમાં સિંદૂર, ગળામાં મંગળસૂત્ર અને કાનમાં મોટી બુટ્ટી પહેરી હતી. આ ઉપરાંત તેણે હાથમાં ચૂડો પણ પહેર્યો હતો. કેટરિનાએ કરવા ચોથના ઘણા ફોટા શેર કર્યા છે. એક ફોટોમાં કેટરીના વિક્કી કૌશલ સાથે સેલ્ફી લેતી જોવા મળી રહી છે

અને બેકગ્રાઉન્ડમાં ચાંદ પણ જોવા મળી રહ્યો છે. એક અન્ય તસવીરમાં ભારતીય પરંપરામાં સજ્જ કેટરીના હાથમાં પૂજાની થાળી પકડીને સુહાગનની જેમ પૂજા કરતી જોવા મળી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરતા કેટરીના કૈફે લખ્યું- ‘પહેલા કરવા ચોથ’. કરવા ચોથ બાદ હવે આ કપલ લગ્ન બાદની પહેલી દિવાળી સાથે મનાવવાની તૈયારી કરી રહ્યું છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, કેટરિના કૈફ ટૂંક સમયમાં ફિલ્મ ‘ફોન ભૂત’માં જોવા મળશે.

આ હોરર કોમેડી ફિલ્મનું નિર્દેશન ગુરમીત સિંહે કર્યું છે. ફિલ્મ ‘ફોન ભૂત’માં તે સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે જોવા મળશે.તાજેતરમાં ફિલ્મ ‘ફોન ભૂત’ના ટ્રેલર રિલીઝ પ્રસંગે કેટરીના ફ્લોરલ સૂટમાં જોવા મળી હતી.

Shah Jina