ક્રિકેટર યૂઝવેન્દ્ર ચહલ હાલ આઇપીએલના કારણે દુબઈમાં છે. યૂઝવેન્દ્ર ચહલને ચીયર અપ કરવા તેની મંગેતર ધનશ્રી પણ દુબઈમાં છે. ધનશ્રી વર્મા ડાન્સથી લોકોના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી. ધનશ્રી ડાન્સને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.
View this post on Instagram
આજે ભલે ધનશ્રી દુબઈમાં સમય વિતાવી રહી છે. પરંતુ તેના વિડીયો અને તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. હાલમાં જ ધનશ્રીનો એક વિડીયો જોવા મળ્યો છે. જેમાં તે ”નાગિન જૈસી કમર હિલા’ ગીત પર થિરકતી નજરે ચડી રહી છે. ધનશ્રીનો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.
View this post on Instagram
ધનશ્રીએ તેના વીડિયોમાં ટોની કક્કરના ગીત ‘નાગિન જૈસી કમર હિલા’ ગીત પર ડાન્સ કરતી નજરે ચડે છે. વિડીયોમાં યૂઝવેન્દ્ર ચહલની મંગેતરના ડાન્સ સ્ટેપ અને એક્સપ્રેશન બંને જોવા લાયક છે. વિડીયોમાં ધનશ્રી પિન્ક ટોપ અને બ્લેક ટ્રાઉઝરમાં નજરે આવી રહી છે.
View this post on Instagram
ધનશ્રીના આ ડાન્સને લઈને ફેન્સ તેની તારીફ કરતા થાકી નથી રહ્યા. જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી કે ધનશ્રીના ડાન્સે આ રીતે ધમાલ મચાવી છે. યૂઝવેન્દ્રની ચહલની મંગેતરનો વધુ એક વિડીયો ચર્ચામાં રહ્યો હતો. જેમાં તે બીચ પર ડાન્સ કરતી નજરે ચડે છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, ધનશ્રી વર્મા વ્યવસાયે ડોક્ટર છે, પરંતુ ડાન્સ દ્વારા તેણે પોતાની જબરદસ્ત ઓળખ બનાવવા માટે કોઈ કસર છોડી નથી. ધનશ્રી વર્માની યુટ્યુબ ચેનલને પણ 2 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે.
View this post on Instagram
જેની માહિતી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આપી હતી. આપણે જણાવી દઈએ કે તાજેતરમાં તેણે યુઝવેન્દ્ર ચહલ સાથે સગાઈ કરી હતી. જેનો ફોટો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો.