પૈસા અને ધનની લાલચ હર કોઈ વ્યક્તિને હોય છે. જે હર કોઈ મનુષ્ય મેળવવા માંગે છે તે ક્યારેય નહીં માપ્ત થઈ શકે. જો તમે એક ભીખારીને ₹ 10 આપશો, તો તે તમારી પાસેથી બમણી રકમ મેળવવાની આશા રાખશે. જો જોવામાં આવે તો સંપત્તિ અને આપણી ઇચ્છાઓ વચ્ચેનો ઊંડો સંબંધ છે.

અને આ ઇચ્છાઓ જ માત્ર આપણને પૈસા મેળવવા માટે દબાણ કરે છે. આજે માણસ પૈસા માટે રાત દિવસ તનતોડ મહેનત કરે છે. પરંતુ કયારેક એવું થતું હોય છે કે તનતોડ મહેનત કરવા છતાં પણ પૈસા ભેગા થતા નથી. પરંતુ ક્યારેક એવું થતું હોય છે કે કંઈ પણ મહેનત વગર પૈસા આવી જતા હોય છે. જેમ આપણે ભંડોળ ભેગું કરતાં જાશું, તેમ આપણી ઇચ્છાઓ પણ વધતી જ જવાની છે. પૈસા ભેગા કરવાની લાય માને લાયમા ક્યારેય વ્યક્તિ પોતે તેનું જીવન જીવવાનું ભૂલી જતો હોય છે. ને પોતાની આખી જિંદગી તે પૈસો પૈસો જ કરતો રહે છે જો તમે પણ પૈસા મેળવવા માટે યોગ્ય પ્રયત્નો કરો છો, પણ, બધા વ્યર્થ જાય છે ?

આજે અમે તમને કહી કે ધાર્મિક એવા મંત્રો પણ બતાવ્યા છે. જેનો રોજ જાપ કરવાથી તમે પૈસાને મેળવી શકો છો.
આ સંદર્ભમાં એવા મંતવ્યો નથી કે માતા લક્ષ્મીને સંપત્તિની દેવી માનવામાં નથી આવતી. માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુની પત્ની છે, તેથી, તે માતા તરીકે પૂજા થાય છે. જે સમગ્ર વિશ્વમાં સમૃદ્ધિ લાવે છે. પણ આજે આપણે જે કહેવાના છીએ તે શ્રી કૃષ્ણના નામનો મહામંત્ર છે. જો તમે શાસ્ત્રોમાં વિશ્વાસ કરો છો, તો આ મંત્રોનો જાપ કરીને વ્યક્તિની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. ખરેખર, આ મંત્રોમાં આખું બ્રહ્માંડ સમાયેલું છે, જો આ મંત્રનો 108 વખત જાપ કરવામાં આવે તો તમારા મનની બધી જ મનોકામના પૂર્ણ થશે.
કૃષ્ણને ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર માનવામાં આવે છે. એટ્લે જ એમના નામમાં એટલી શક્તિ સમાયેલી છે કે, એમના નામ માત્રથી જ તમે કોઈપણ પરિસ્થિતિનો સામનો ચપટી વગાડતાં જ કરી શકો છો. એટલું જ નહિ, પણ તમે જો આ મંત્રનો જાપ કરો તો તમે આ મંત્રની શક્તિથી અઢળક સંપત્તિ મેળવી શકો છો.

જાપ કરતાં પહેલા એ બાબતનું ખાસ ધ્યાન રાખો કે જો, એક શબ્દ પણ ખોટો બોલાશે તો તમને આ મંત્ર ગમે તેટલા કરશો તો પણ કોઈ જ ફાયદો નહી થાય. રટણ એક વસ્તુ છે કે તમે એક અક્ષર ખોટું વાંચન ફાયદા મળશે નહીં.આ મંત્રોના જાપથી જો ફાયદા મેળવવા માંગતા હોય તો આ મંત્રોનો યોગ્ય રીતે જાપ કરવો. આ મંત્રો તમે ગમે ત્યારે બોલી શકો છો.
આ છે શ્રી કૃષ્ણનો મહામંત્ર :
શ્રી ક્રુષ્ણ મંત્ર – ક્રું કૃષ્ણાય નમ :
આ શ્રીક્રુષ્ણનો મહામંત્ર છે. આ મૂળમંત્રનો જાપ જે વ્યક્તિ સુખની ઈચ્છા રાખે એ તમામ લોકોએ કરવો જોઈએ. આ મંત્ર સવારે વહેલા ઉઠી નિત્યક્રમ પતાવીને રોજ 108 વાર બોલાવો જોઈએ. આવી રીતે જો નિત્ય આ મંત્રનો જાપ કરવામાં આવે તો મનુષ્યના જીવનમાં આવનાર તમામ કષ્ટો ને બધાઓ દૂર થાય છે. અને અટકાયેલું ધન પ્રાપ્ત થાય છે.

શ્રી ક્રુષ્ણ મંત્ર – ૐ શ્રી નમ: શ્રી કૃષ્ણાય પરિપૂર્ણતમાય સ્વાહા !!
ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખિત આ મંત્ર ભગવાન કૃષ્ણના સપ્તદસાક્ષર મહામંત્ર છે. આ મંત્રનો સો કે બે સો વાર નહીં પણ પૂરા પાંચ લાખ મંત્ર કરવાથી જ આ મંત્રનું ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે તમે દરરોજ રાત્રે સૂતા પહેલા આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ.

શુક્રવારના દિવસે કરો પૂજા :
આ ઉપરાંત દર મહિનાના પહેલા શુક્રવારે સવારે નિત્યક્રમ ફરીને પૂજા સ્થાનમાં ઘીનો દિપક પ્રગટાવવો ને ખીરનો પ્રસાદ ધરાવી મા લક્ષ્મીજીના મંત્રનું ‘ॐ श्रीं श्रीये नम:’ 108 વાર જાપ કરવાથી મા લક્ષ્મીજી ખૂબ પ્રસન્ન થાય છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.