હાઇ ફે્ંન્ડસ,આજે હું એવી રેસીપી લઇને આવી છુ જે બધાની ઓલટાઇમ ફેવરીટ છે અને ઢાબા સ્ટાઇલમાં બનાવવાથી એનો ટેસ્ટ એકદમ યમ્મી લાગે છે.તો આજે જ ટા્ય કરો મારી આ રેસીપી તમારા કિચનમાં.
- સામગી્:
- બાફેલા બટાકા:૬ નંગ
- ધઉંનો લોટ-૧ કપ
- ડુંગડી-૧ (ઝીણી સમારેલી)
- આદુ મરચાની પેસ્ટ-૧ ટેબલ સ્પૂન
- આખા ધાણા-હાફ ટી સ્પૂન
- આખા મરી-હાફ ટી સ્પૂન
- તજ-અડધો નંગ
- અજમો-હાફ ટી સ્પૂન
- જીરૂ-૧ ટી સ્પૂન
- લાલ મરચુ પાઉડર-૧ ટી સ્પૂન
- મીઠો લીમડો-૪-૫ પાન
- ગરમ મસાલો-૧ટી સ્પૂન
- હીંગ-હાફ ટી સ્પૂન
- લીંબુનો રસ-૧ ટેબલ સ્પૂન
- મીઠુ-સ્વાદ મુજબ
- ઘી/બટર-શેકવા માટે
- કોથમીર-ગાનૅીશીંગ માટે
રીત:ઘઉંના લોટમાં જીરૂ,મીઠુ અને ૧ ટેબલ સ્પૂન તેલ/ઘી ઉમેરીને મીડીયમ સોફ્ટ લોટ તૈયાર કરો. આખા ધાણા,જીરૂ,અજમો,મરી અને તજને શેકીને પાઉડર તૈયાર કરો. બાફેલા બટાકામાં તૈયાર કરેલો પાઉડર,લાલ મરચુ,મીઠુ,ગરમ મસાલો,આદુ મરચાની પેસ્ટ અને લીંબુનો રસ ઉમેરીને સરખી રીતે મિક્સ કરો.
પેનમાં બટર/ઘી ગરમ થાય એટલે હીંગ,મીઠો લીમડો અને ઝીણી સમારેલી ડુંગડી ઉમેરીને ૫ મિનિટ સાંતડો. ડુંગડી સંતડાઇ જાય એટલે બટાકાનાં મિશ્રણમાં ઉમેરીને મિક્સ કરો. તૈયાર કરેલા લોટના એકસરખા લુવા તૈયાર કરો. લુવાને મિડીયમ થીક વણીને તેમાં બટાકાનું મિશ્રણ ભરીને એની સાઇડ્સ ભેગી કરીને બંધ કરીને લુવા જેવુ બનાવો. તેને મિડીયમ થીક વણીને તૈયાર કરો. વણીને તૈયાર કરેલા આલુપરાઠાને જે સાઈડ પેનમાં નીચે મુકવાની હોય એ સાઈડ પર પાણી અને કોથમીર લગાવી પેન પર શેકવા મૂકો. એક સાઈડ શેકાઈ જાય એટલે પેનને ઊંધી કરીને ગેસની ફ્લેમ પર આલુપરાઠાને શેકાવા દો.
થઇ જાય એટલે બટર લગાવી દહીં કે આચાર સાથે સવૅ કરો. તો તૈયાર છે ઢાબા સ્ટાઇલ આલુ પરાઠા.તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટસમાં જણાવજો.
નોંધ:
શેકવા માટે નોનસ્ટીક પેન નહીં સાદી પેન લેવી. બટાકાને બાફીને અડધો કલાક ફી્ઝ માં મૂકી દેશો તો બાઇન્ડીંગ સારુ આવશે.
રેસિપી: ભૂમિકા દવે GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ