ખબર

દેના બેન્ક અને વિજયા બેન્ક વિલીન થઇ બેન્ક ઓફ બરોડામાં, જાણો શું-શું બદલાવ આવશે

કેન્દ્ર સરકારે દ્વારા દેના બેન્ક અને વિજયા બેન્કને બેન્ક ઓફ બરોડા સાથે જોડી દેવામાં આવી છે, જે 1 એપ્રિલથી અમલમાં આવી ચૂક્યું છે. જેથી હવે દેના બેન્ક અને વિજયા બેન્ક પણ બેન્ક ઓફ બરોડા બની ચુકી છે. એટલે કે દેના બેન્ક અને વિજયા બેન્કના ગ્રાહકોના બેંકમાં ખાતાઓ હવે બેન્ક ઓફ બરોડામાં તબદીલ કરવામાં આવશે. જેના કારણે આ બેંકોમાં જેના ખાતા છે, એ ગ્રાહકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

આ બંને બેન્કના બેન્ક ઓફ બરોડા (BOB) માં વિલય સાથે જ હવે BOB દેશની ત્રીજી સૌથી મોટી બેન્ક બની જશે. અત્યારે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) 45.85 લાખ કરોડના બિઝનેસ સાથે દેશની સૌથી મોટી બેન્ક છે, 15.8 લાખ કરોડના બિઝનેસ સાથે HDFC બીજા નંબરે અને 11.02 લાખ રૂપિયાના બિઝનેસ સાથે ICICI ત્રીજા સ્થાને છે. પણ હવે નવી બેન્ક ઓફ બરોડાનો બિઝનેસ 15.4 લાખ કરોડનો થશે એટલે તે ત્રીજા નંબરની બેન્ક બની જશે.

Image Source

દેના બેન્ક અને વિજયા બેન્કના બેન્ક ઓફ બરોડામાં વિલય થવાને કારણે દેના બેન્ક અને વિજયા બેન્કના ગ્રાહકોને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. આ બંને બેન્કના ખાતા ધારકોના બેન્ક એકાઉન્ટ નંબર બદલવામાં આવશે. એટલે ગ્રાહકોએ પોતાના ખાતાને લોન, સબસીડી જે બીજે જ્યા પણ લગાવ્યા હશે ત્યાં તેમને ખાતા સંખ્યા બદલવા પડશે.

બેંકોના ગ્રાહકો પર પડનાર અસર વિશે વાત કરીએ તો ગ્રાહકોને નવો એકાઉન્ટ નંબર અને કસ્ટમર આઈડી મળશે. આ ફી નવો એકાઉન્ટ નંબર અને IFSC કોડ મળ્યા બાદ તેને આયકર વિભાગ, ઇન્સ્યોરન્સ, પેંશન યોજના કે બીજે જ્યા પણ ખાતું જોડાવ્યું હતું એ બધે જ વિગતો બદલાવવી પડશે.

નવી ચેકબુક, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, પણ બનશે. ફિક્સ ડીપોઝીલ અને રીકરીંગ પર કોઈ અસર નહિ થાય. જે વ્યાજદરો પર લોન ચાલુ છે તેના પર કોઈ બદલાવ નહિ થાય. બેન્કોને કેટલીક બ્રાન્ચો બંધ થઇ જશે જેથી ગ્રાહકોએ નવી બ્રાન્ચોમાં જવું પડી શકે છે. ગ્રાહકોએ નવેસરથી KYC પણ કરાવવું પડશે.

જો કે આ બધી જ પ્રક્રિયા પુરી થતા થતા એકથી દોઢ વર્ષ સુધીનો સમય લાગી શકે છે. કારણ કે બંને બેંકોની બેન્કિંગ સિસ્ટમ અલગ અલગ હોય જેને હવે બેન્ક ઓફ બરોડામાં તબદીલ કરવાની હોઈ પ્રક્રિયા લાંબી રહેશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.