ખબર

હવે આ નિયમ તોડવા ઉપર ભરવો પડશે 2000 રૂપિયાનો દંડ, તમે પણ ચેતી જજો આજેજ

કોરોના વાયરસ સામે સાવચેતીના પગલાં રૂપે સરકાર દ્વારા કેટલાક નિયમો કડક બનાવવામાં આવ્યા છે. અને કેટલાક દંડ પણ વસુલવામાં આવી રહ્યા છે. ત્યારે આ દરમિયાન જ રાજધાની દિલ્હીના રાજ્યપાલે શુક્રવારે સાંજે કોવિડ 19 મહામારી મેનેજમેન્ટ કંટ્રોલ 2020ના નિયમોમાં ફેરફારને મંજૂરી આપી છે.

Image Source

નવા લાગુ કરવામાં આવેલા નિયમો હેઠળ હવે કોરોના વાયરસના માપદંડો અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો તોડવા ઉપર 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત પણ રાજધાની દિલ્હીની અંદર માસ્ક ના પહેરવા તેમજ જાહેર સ્થાનો ઉપર પાન મસાલા અને ગુટખા ખાવા ઉપર પણ રૂપિયા 2000 નો ભારે દંડ ચૂકવવો પડશે.

Image Source

આ પહેલા પણ દિલ્હીમાં સાર્વજનિક સ્થાનો ઉપર માસ્ક ના પહેરવા ઉપર દંડને 4 ઘણો વધારીને 2000 રૂપિયા કરી દેવામાં આવ્યો હતો. સ્પષ્ટ છે કે રાજધાની દિલ્હીમાં છેલ્લા થોડા સમયથી કોરોના કેસોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. માટે સાવચેતીના ભાગ રૂપે અને લોકો નિયમોનું પાલન કરે તે હેતુથી દંડની રકમ વસુલવામાં આવી રહી છે.