ફિલ્મી દુનિયા

અભિનેત્રી દીપિકા સિંહની માં ને થયો કોરોના, હોસ્પિટલમાં બેડ ન મળતા…જાણો વિગત

ટીવી જગતની લોકપ્રિય અભિનેત્રી દીપિકા સિંહની કૉરોના પોઝિટિવ માં ને આખરે દિલ્લી હોસ્પિટલમાં બેડની સુવિધા મળી ગઈ છે. આ વાતની જાણકારી દીપિકાએ પોતાના સોશિયલ એકાઉન્ટ પર આપી છે અને દિલ્લી સરકારનો આભાર પણ માન્યો છે.

દીપિકાએ કાલે સાંજે સોશિયલ મીડિયા પર ભાવુક અપીલ કરતા દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલ અને દિલ્લી સરકારને અપીલ કરી હતી કે કોવિડ-19 ની શિકાર તેની 59 વર્ષની માં ને હોસ્પિટલમાં એડમિટ કરવા માટેની મદદ કરે. જેના પછી દીપિકાની માં ને દિલ્લીના સર સંગારામ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી.

Image Source

દીપિકાએ ઇન્સ્તાગ્રામ પર આભાર વ્યક્ત કરતા લખ્યું કે,”દિલ્લી સરકાર અને સ્વાસ્થ્ય મંત્રાલયનો ખુબ ખુબ આભાર. તેઓએ મારા વિડીયો અને ટ્વીટનો જલ્દી જ જવાબ આપ્યો અને આખરે મારી માં ને દિલ્લીના સર સંગારામ હોસ્પિટલમાં દાખલો મળી ગયો. હું આશા કરું છું કે તે જલ્દી જ ઠીક થઇ જાય’.

જણાવી દઈએ કે દીપિકાની માતા-પિતા, બહેન અને બાકીની ફેમિલી દિલ્લીમાં છે અને તેની માં કોરોનો પોઝિટિવ જોવા મળી હતી. જેવી જ દીપિકાને ખબર પડી કે તેણે માં ના ઈલાજ માટે હોસ્પિટલમાં દાખલો મેળવવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધા હતા અને આખરે દીપિકાની માં ને બેડની સુવિધા મળી જ ગઈ.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.