મનોરંજન

‘છપાક’ ની શૂટિંગ પુરી થતા જ દીપિકા પાદુકોણે આખરે પોતાનો મેકઅપ શા માટે સળગાવ્યો? જાણો

અભિનેત્રી દીપિકા પાદુકોણે ફિલ્મ ‘છપાક’ની શૂટિંગ પુરી કરી લીધી છે. ફિલ્મ એસિડ અટેક પીડિતા લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે. ફિલ્મમાં દીપિકા લક્ષ્મીનું જીવન, તેની સાથે જોડાયેલી ઘટના ફિલ્મમાં નિભાવતી જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

જણાવી દઈએ કે ફિલ્મમાં દીપિકાનો ચેહરો અને દેખાવ બનાવવા માટે પ્રોસ્થેટિક મેકઅપનો ઉપીયોગ કરવામાં આવ્યો હતો. એવામાં ફિલ્મની શૂટિંગ પૂર્ણ થતા જ દીપિકાએ પોતાના ચેહરા પર ઉપીયોગમાં લિધેલો પ્રોસ્થેટિક મેકઅપ સળગાવી નાખ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Deepika Padukone (@deepikapadukone) on

દીપિકાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે છપાકની શૂટિંગના દરમિયાન ઘણી એવી ક્ષણ આવી હતી જેની પોતાના પર પણ અસર થઇ હતી. તેને વ્યક્તિગત અને ભાવનાત્મક રૂપથી પ્રભાવિત કરી. ફિલ્મના દરમિયાન જે ભાવનાત્મક ઘટનાઓથી તે પસાર થઇ તેનાથી મુક્તિ મેળવવા માટે તેણે પોતાનો મેકઅપ સળગાવી નાખ્યો હતો.

 

View this post on Instagram

 

a day well spent…📸

A post shared by Deepika Padukone (@deepikapadukone) on


દીપિકાએ કહ્યું કે,”લોકો પોતાની સાથે ફિલ્મના શૂટિંગની યાદગીરી સ્વરૂપે કંઈકને કંઈક પોતાની પાસે રાખે છે. પણ મેં શૂટિંગ પૂર્ણ કરીને મેકઅપ પર આલ્કોહોલ નાખીને તેને સેટ પર જ સળગાવી નાખ્યો હતો.”


ફિલ્મની અમુક શૂટિંગ દિલ્લીમાં પણ થઇ હતી જેના અમુક વિડીયો પણ સામે આવ્યા હતા. ફિલ્મમાં વિક્રાંત મૈસી દીપિકાના બોયફ્રેન્ડના કિરદારમાં જોવા મળશે. ફિલ્મમાં દીપિકા ઐસિડ પીડિતા બનવા સુધીના ઘણા પડાવ નિભાવતી જોવા મળશે. જણાવી દઈએ કે ફિલ્મ છપાક 10 જાન્યુઆરી 2020 ના રોજ રિલીઝ થઇ શકે તેમ છે.

Author: GujjuRocks Team

તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.