કેસરી રંગની સાડી પહેરી ફરી સીતા માતા બની દીપિકા ચિખલિયા, વીડિયો થયો વાયરલ

રામાયણની સીતાએ જૂનો લુક કર્યો રિક્રિએટ, સીતા માં બની દીપિકા ચિખલિયા, 35 વર્ષ જૂની સાડી પહેરી ભગવાન રામની ભક્તિમાં થઇ લીન

દૂરદર્શન પર આવેલી રામાનંદ સાગરની ‘રામાયણ’ કોણ ભૂલી શકે. કોરોના મહામારી દરમિયાન ‘રામાયણ’ના પુનઃપ્રસારણથી આજના બાળકોને પણ સમજાયું કે શા માટે લોકો તે પૌરાણિક શોની વાર્તાઓ વારંવાર સંભળાવે છે. રામાનંદ સાગરની ‘રામાયણ’ના રામ એટલે કે અરુણ ગોવિલ હોય કે સીતા એટલે કે દીપિકા ચીખલિયા, આજે પણ લોકો તેમને એક જ અવતારમાં જોવાનું પસંદ કરે છે. રામનવમી પર ‘રામાયણ’ની સીતાએ ફરી એકવાર 35 વર્ષ જૂનું રૂપ ધારણ કરીને ચાહકોને ચોંકાવી દીધા છે.

1987માં પ્રસારિત થયેલી રામાનંદ સાગરની પૌરાણિક સિરિયલ ‘રામાયણ’ના દરેક પાત્રને આજે પણ યાદ કરવામાં આવે છે. પરંતુ કેટલાક પાત્રો એવા છે જેમની ઈમેજ લોકોની નજરમાં વસી ગઈ છે. તેમાંથી એક શોમાં સીતાનો અવતાર લેનારી દીપિકા ચીખલિયા પણ છે. રામનવમીના ખાસ અવસર પર સીતાની ભૂમિકા ભજવીને દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી દીપિકા ચીખલિયાએ પોતાનો 35 વર્ષ જૂનો રામાયણ લૂક રિક્રિએટ કર્યો અને ચાહકોને ખાસ સરપ્રાઇઝ આપ્યુ.

દીપિકા ચિખલિયાએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યા છે, જેમાં તે સીતાના લુકમાં જોવા મળી રહી છે. આ વીડિયો જોઈને ચાહકોની ખુશીની કોઈ સીમા નથી રહી. રામ નવમીના થોડા સમય પહેલા દીપિકાએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે માતા સીતાના લૂકમાં જોવા મળી રહી. આ દરમિયાન તે કેસરી સાડી પહેરીને પૂજા કરતી જોવા મળી. આ વીડિયો શેર કરતાની સાથે જ ચાહકોને રામાયણનો યુગ યાદ આવી ગયો.

વીડિયોના કેપ્શનમાં દીપિકાએ લખ્યું- ‘આ એ જ સાડી છે જે મેં લવ કુશ કાંડ દરમિયાન પહેરી હતી’ આ પહેલા પણ દીપિકાએ માતા સીતાના ગેટઅપમાં 2 વીડિયો શેર કર્યા હતા. યુઝર્સ દીપિકાના વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, જ્યારે પણ માતા સીતાનું નામ આવે છે ત્યારે તમારો ચહેરો સામે આવે છે. અન્ય એક યુઝરે લખ્યું, મને તમારામાં મા સીતાની છબી દેખાય છે. અન્ય એકે લખ્યું- ‘મને તમારામાં અસલી સીતા માતા દેખાય છે’,

 

View this post on Instagram

 

A post shared by Dipika (@dipikachikhliatopiwala)

અન્ય એકે લખ્યું, અમે તમને વાસ્તવિકતામાં ભગવાન માનીએ છીએ. અન્ય એક યુઝરે લખ્યું- ‘આજે ફરી અમને એ જ સીતા માની ઝલક મળી, જે અમારા મનના મંદિરમાં રહે છે’. જણાવી દઇએ કે, દીપિકાએ રામાયણમાં સીતાનું પાત્ર એટલું અદ્ભુત રીતે ભજવ્યું હતું કે આટલો સમય વીતી જવા છતાં પણ લોકો તેમનામાં માતા સીતાની છબી જુએ છે.

 

View this post on Instagram

 

A post shared by Dipika (@dipikachikhliatopiwala)

Shah Jina