શાહરુખની લાડકવાયી સુહાના બોયફ્રેન્ડે ખુલ્લેઆમ કરી Kiss, સીક્રેટ વીડિયો વાયરલ

બોલિવૂડ સ્ટાર્સની જેમ તેમના બાળકો પણ અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનની જેમ તેમના બાળકો આર્યન ખાન, સુહાના ખાન પણ ઘણીવાર લાઈમલાઈટમાં રહે છે. સુહાના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ પણ જોવા મળે છે. ત્યારે હાલમાં કેટલાક દિવસોથી સુહાના ઘણી ચર્ચામાં છે. સુહાનાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે અમિતાભ બચ્ચનના નાતી એટલે કે શ્વેતા બચ્ચનના દીકરા અગસ્ત્ય નંદા સાથે જોવા મળી રહી છે.

આ દરમિયાન અગસ્ત્યની હરકતે સુહાના અને અગસ્ત્યના ડેટિંગનું રાઝ જગજાહેર કરી દીધુ છે. ફેશન ડિઝાઈનર તાનિયા શ્રોફ કે જે સુનીલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ છે તેની હાલમાં જ બર્થડે પાર્ટી યોજાઇ, જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર કિડ્સ પહોંચ્યા હતા અને આ લિસ્ટમાં સુહાના ખાન, અગસ્ત્ય નંદા, આર્યન ખાન, ખુશી કપૂર, શનાયા કપૂર, નિર્વાન ખાન, અંજની ધવન સહિત અનેક હતા.

ત્યારે આ પાર્ટીમાંથી સુહાના અને અગસ્ત્યનો એક વીડિયો સામે આવ્યો. જેમાં તાનિયા શ્રોફની બર્થડે પાર્ટીમાંથી નીકળતી વખતે અમિતાભનો નાતી અગસ્ત્ય નંદા શાહરૂખની દીકરી સુહાનાને પાર્ટીમાંથી બહાર કાર સુધી મૂકવા આવ્યો હતો. અગસ્ત્યની સાથે તાનિયા અને અહાન શેટ્ટી પણ હતા અને આ જ સમયે અગસ્ત્ય સુહાના માટે કારનો દરવાજો ખોલે છે અને જ્યારે સુહાના કારમાં બેસે છે, ત્યારે તે તેને ફ્લાઇંગ કિસ પણ કરે છે.

જો કે, આ વીડિયો સામે આવ્યા બાદ હવે સુહાના અને અગસ્ત્ય નંદાની ડેટિંગની ચારેબાજુ ચર્ચા થઇ રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ ફેન્સ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા ચાહકોનું કહેવું છે કે બંનેનું અફેર ચાલી રહ્યુ છે. તો ઘણા બંનેના સાથે હોવા પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે. જો કે, કેટલાક યુઝર્સું કહેવુ છે કે આજકાલ આ બધું સામાન્ય છે, તેથી જરૂરી નથી કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યાં હોય.

જણાવી દઇએ કે, ટૂંક સમયમાં અગસ્ત્ય અને સુહાના સહિત કેટલાક સ્ટારકિડ્સ એકસાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. સુહાના, અગસ્ત્ય અને શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂર ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. સુહાના આ ફિલ્મમાં વેરોનિકા લોજના રોલમાં છે. આ ફિલ્મ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થવાની છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina