તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દયાબેનનું પાત્ર ભજવનાર અભિનેત્રી દિશા વાકાણી સપ્ટેમ્બર 2017થી આ શોમાં જોવા નથી મળી. મેટરનિટી લિવ પર ગયા બાદથી એ આ શોમાં પાછા નથી ફર્યા. દિશા વાકાણીની વાપસીને લઈને રોજ કોઈને કોઈ ખબરો સામે આવતી જ રહે છે. થોડા દિવસો પહેલા પણ ખબર હતી કે દિશા જલ્દી જ આ શોમાં જોવા મળશે, પણ એવું થયું નહિ.
View this post on Instagram
હવે ફરી એકવાર ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તારક મહેતામાં પોતાના ઓનસ્ક્રીન પતિ જેઠાલાલ માટે દયાબેન એટલે કે દિશા વાકાણી પરત ફરશે. એવા અહેવાલો છે કે દિશા એક એપિસોડ માટે શોમાં પાછા આવી શકે છે. જ્યાં તે એક વીડિયો કોલ પર તેના પતિ જેઠાલાલ સાથે વાત કરતી જોવા મળશે.
View this post on Instagram
અહેવાલો અનુસાર, આગામી એપિસોડમાં, બાઘા જેઠાલાલને તેના સપના વિશે જણાવે છે. બાઘાના સપના મુજબ જેઠાલાલ બીમાર થઈને પથારીવશ થઇ જશે. બાઘા જેઠાલાલને ડરાવતા કહેશે કે તેમનું સપનું હંમેશાં સાકાર થાય છે.
View this post on Instagram
આવી સ્થિતિમાં જેઠાલાલ વિચારે છે કે જો તેની સાથે દયા હોતે તો તે તેનું ધ્યાન રાખતે. જો બાઘાનું આ સપનું સાચું પડે છે તો દર્શકો ફરી એકવાર શોમાં દયાબેનને જોઈ શકશે. ચાહકોનું કહેવું છે કે, બાઘાનું સપનું નિર્માતાઓ તરફથી દિશા વાકાણીના પરત આવવા અંગેનો સંકેત છે. એવું જાણવા મળ્યું છે કે દિશા વાકાણીની ગેરહાજરીને કારણે શોની ટીઆરપીને ખૂબ અસર થઈ છે.
View this post on Instagram
જણાવી દઇએ કે, દિશા મેટરનિટી લિવ પર ગઈ હતી અને ત્યારથી તે શોમાં પરત ફરી નથી. અગાઉ અહેવાલ હતો કે દિશા હવે આ શોમાં પાછી નથી આવી રહી અને નિર્માતાઓ દયાબેન માટે નવો ચહેરો શોધી રહ્યા છે. પરંતુ તે પછી સમાચાર આવવા લાગ્યા કે એવું નથી અને દિશા જ દયાબેનની ભૂમિકા નિભાવશે.
View this post on Instagram
આ દરમિયાન, તારક મહેતામાં બાવરીના રોલથી પ્રખ્યાત બનેલી અભિનેત્રી મોનિકા ભાદોરિયાએ ઓછી ફીના કારણે શોને અલવિદા કહી દીધી છે. એવા અહેવાલો છે કે મોનિકા તેની ફીથી સંતુષ્ટ નહોતી. તેણે ફી વધારવા માટે નિર્માતાઓ સાથે વાત પણ કરી હતી. પરંતુ કોઈ ફાયદો થયો નહીં. બાદમાં મોનિકાએ આ સિરિયલ છોડી દીધી.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.