ખબર

20 દિવસ સુધી વિદ્યાર્થીની સ્કૂલે નહિ આવી, સ્કૂલે ઘરે ફોન કર્યો તો ભાવુક કરી દેનાર વાત જાણવા મળી

એક મા પોતાની સંતાન માટે બધું જ દુઃખ સહન કરી શકે છે તો સામે સંતાન પણ પોતાની માતા માટે કશું પણ કરી જ શકે છે એ વાતનું એક જીવંત ઉદાહરણ તાજેતરમાં જ સામે આવ્યું જયારે છઠ્ઠીમાં ભણતી અમીરા નામની અફઘાનિસ્તાનથી શરણાર્થી તરીકે રહેતી એક વિદ્યાર્થીનીએ શાળાએ જવું બંધ કરી દીધું હતું. કારણ કે તેની માતાની આંખોની દ્રષ્ટિ જતી રહી હતી. આ પછી જયારે સ્કૂલના લોકોને આ અંગેની જાણ થઈ ત્યારે તેઓએ ઓપરેશન કરાવી દીધું. આ પછી, તેની સ્થિતિમાં થોડો સુધારો થયો.

જણાવી દઈએ કે અમીરાના પરિવારના કેટલાક લોકો 15 વર્ષ પહેલા અફઘાનિસ્તાનના કાબુલ પ્રાંતમાં એક બોમ્બ વિસ્ફોટમાં ખરાબ રીતે ઘાયલ થયા હતા. આ પછી ડરથી પરેશાન પરિવાર ભારત આવી ગયો હતો. અહીં આવીને અમીરાના પિતા અબ્દુલ મજીદ ગુડગાંવની એક રેસ્ટોરન્ટમાં રસોઈયા તરીકે કામ કરવા લાગ્યા. ત્યારથી પરિવાર અહીં શરણાર્થી તરીકે રહે છે.

Image Source

અમીરા 6ઠ્ઠા ધોરણની વિદ્યાર્થી છે. અમીરાની 42 વર્ષીય માતા મેહરનિશાને ગ્લુકોમા એટલે કે કાળો મોતિયો હતો. જેનાથી તેમની આંખોની દ્રષ્ટિ ધીરે ધીરે ઓછી થઈ ગઈ હતી. અબ્દુલના રેસ્ટોરન્ટ ગયા પછી મેહરનિશાની સંભાળ રાખનાર કોઈ નહોતું. આને કારણે અમીરાએ સ્કૂલ જવાનું બંધ કરી દીધું હતું.

જ્યારે 20 દિવસ સુધી શાળામાં કહ્યા વિના અમીરા શાળાએ ન ગઈ ત્યારે શાળા સંચાલકે તેના ઘરે વાત કરી. શાળાને ખબર પડી કે અમીરાની માતા જોઈ શકતી નથી, તેથી હવે તેમની સંભાળ રાખવા માટે તે શાળામાં આવતી નથી. જે પછી શાળા સંચાલને એક સંસ્થાના માધ્યમથી તેમને નિરામયા નેત્ર સંસ્થામાં પહોંચાડ્યા. જ્યા તાપસ બાદ જાણવા મળ્યું કે આ મહિલાને કાળો મોતિયો છે અને પછી તેમનું ઓપરેશન કરવામાં આવ્યું. સારવાર સફળ રહી. હોસ્પિટલના ડોકટરના જણાવ્યા અનુસાર, આ મહિલાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. હવે તેની આંખોની દ્રષ્ટિ પહેલા જેવી થઇ ગઈ છે, અને આમિરા ફરીથી સ્કૂલે જવા લાગી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.