દિલધડક સ્ટોરી નારી વિશે

લોકો એવું કેમ વિચારે છે કે દીકરીનું સાસરું જેટલું નજીક એટલું સારું અને વહુનુ પિયર જેટલું દૂર એટલું સારું….

“દિકરીનુ સાસરું નજીક એટલું વધુ સારું….”
“વહુનુ પિયર દૂર એટલું વધુ સારું….”

ઉપરના બંને વાક્યો છે તો સરખા જ, પણ તેમ છતાં તેનો અર્થ એકદમ અલગ થાય છે.

કેવું કહેવાય…??? બંને કોઈની છોકરી છે. પરંતુ તેનો સંબંધ બદલાયો એટલે તેની ઓળખ બદલાઈ….

પ્રિયાંશીની ઉંમર 25 વર્ષની થઈ ગઈ. તેના માતા પિતા વિચારતા કે તેની માટે કોઈ સારો છોકરો શોધી દઈએ… તેવામાં કૌશિકભાઈ આવ્યા…

કૌશિકભાઈ બોલ્યા – શું ચર્ચા-વિચારણા કરી રહ્યા છો બંને…

સુરેખાબેન બોલ્યા કંઈ નહીં આતો અમારી પ્રિયાંશીના 25 વરસ થઇ ગયા એટલે કોઈ છોકરો શોધવાનો શરૂ કરી દઈએ તો સારું…

કૌશિકભાઈ બોલ્યા બસ આટલી નાની વાત છે.

મેહુલ ભાઈ બોલ્યા (પ્રિયાંશીના પપ્પા)- તમને લાગે એ છોકરીને પરણાવુ એટલું સરળ નથી..

વાત તો તમારી સાચી છે પરંતુ તમને એક વાત કહું મારા ધ્યાનમાં એક છોકરો છે.

હા બોલો કોણ છે છોકરો, છોકરો ડોક્ટર છે. પોતાની એક હોસ્પિટલ છે અને એકનો એક છોકરો છે. સુખી અને સમૃદ્ધ કુટુંબ છે. તમારી છોકરીને કોઈ ચિંતા તમને નહીં રહે.

હા તો વાત કરો ને ક્યાંના છે.એે લોકો….???

એ લોકો મધ્યપ્રદેશના છે…

ના બાપા ના મલે ડોક્ટર રહ્યો હું મારી છોકરીને આટલે દૂર ના કરું…..

તેવામાં સુરેખાબેન બોલ્યા- સારું હોય તો દૂર નજીકના જોવાનુ હોય એમ પણ રોજ તો આપણે ફોન પર વાત તો થશે જ ને. એમ પણ સારા છોકરા મળવા મુશ્કેલ છે…

એમ પણ આપણા રેખાબેન ખરા ને એમના છોકરા ની વહુ છેક રાજસ્થાની છે.

મેહુલભાઈ બોલ્યા સુરેખા તને કંઈ ખબર ના પડે તુ આ બાબતમાં વચ્ચેના બોલ એમ પણ એ લોકોના ઘર કેટલા જગડા થાય છે તને શું ખબર…. એમના દીકરાની વહુને વારંવાર પિયર જવુ હોય છે આટલું દૂર થોડી પિયર જવાય…

હું તો મારી દીકરીનું આટલે દૂર કરીશ નહિ. કૌશિકભાઈ માફ કરજો પરંતુ મારે ત્યાં નથી કરવુ…

આટલી નાનકડી સ્ટોરીમાં પણ તમને ઘણું બધું કહી જાય છે.

દીકરી નજીક હોય તો સારું કારણ કે આપણે તેને મળી શકે તે આપણને મળી શકે. અને જ્યારે તેને આપણા ઘરે આવું હોય ત્યારે તે આવી શકે. કારણ કે અંતે દીકરી જ કામમાં લાગે છે વહુઓને તો ક્યાં આજકાલ સાસુ-સસરાની પડી હોય છે.

પરંતુ જો દીકરા માટે વહુ તો દૂરની જ હોવી જોઈએ. જો નજીકની હોય તો વારંવાર પિયર જવાની જીદ કરે. મારે આ કામ છે તે કામ છે વારંવાર પિયર જવાનુ નામ દીઘા કરે…

આ કોઈને દુઃખી કરવા માટે નથી લખ્યું પરંતુ ઘણા બધા લોકોની આવી પરિસ્થિતિ હોય છે.

વ્યક્તિ એક હોવા છતાં તેની તુલના કેમ અલગ અલગ કરવામાં આવે છે કેમ તમે દીકરી અને વહુમા ભેદ રાખો છો..??

જે દિવસથી આ ભેદ નાબૂદ થશે તે દિવસે સાસુ-સસરા અને માતા-પિતામાં પણ ભેદ નહિ રહે…શું તમે વહુને એક દીકરીની જગ્યા ન આપી શકો…?? શું તમે સાસુ-સસરાને એક માતા-પિતાની જગ્યા ન આપી શકો..??

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.