દેશભરમાં લોકડાઉન શરૂ થતા જ દુરદર્શન પર રામાયણને ફરી પ્રસારિત કરવામાં આવી હતી. આ સિરિયલે બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હતા. રામાયણમાં લીડ રોલ એટલે રામનું પાત્ર ભજવનાર અભિનેતા અરુણ ગોવિલ પ્રત્યે પણ આજે પણ લોકોમાં એટલા ફેમસ છે. હાલ આ સિરિયલ ફરી પ્રસારિત થતા આખી સ્ટાર કાસ્ટ સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં છે.

હાલમાં અરુણ ગોવિલે ટ્વિટર પર #ASKARUN નામનું સેશન રાખ્યું હતું જેમા ઘણા મજેદાર સવાલના જવાબ તેમણે આપ્યા જે હવે વાયરલ થઇ રહ્યા છે.અહીં તેમના ફેન્સે તેમની પર્સનલ લાઇફ અને કરિયરથી જોડાયેલા સવાલ કર્યા.
hearing the news of King Dashrath’ death and reacting on that. https://t.co/yvK7mvidKa
— Arun Govil (@arungovil12) May 2, 2020
પરંતુ અહીં એક સવાલ જે દરેક લોકોને પસંદ આવ્યો અને અનોખો હતો. એક યૂઝરે અરુણ ગોવિલને પૂછ્યું સૌથી વધારે મુશ્કેલ સીન તમારા માટે ક્યો રહ્યો ? અરુણ ગોવિલે જવાબ આપ્યો. રાજા દશરથના નિધનના સમાચાર સાંભળી તેની પર પ્રતિક્રિયા આપવી સૌથી મુશ્કેલીથી ભરેલો સીન હતો.
View this post on Instagram
તે સિવાય અહીં એક અન્ય યૂઝરે પુછ્યું કે કોરોના વાયરસથી ક્યારે પીછો છુટશે. જેના જવાબમાં ગોવિલે કહ્યું કે દરેકના પ્રયાસથી જલદી છૂટશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.