ખબર ફિલ્મી દુનિયા

બોલિવૂડને એક મોટી ખોટ, રાજા હિન્દુસ્તાની ફિલ્મનાં એક્ટરનું નિધન, પ્રિયંકા-કેટરિના દુઃખી થઇ ગઈ

બોલીવુડના લોકપ્રિય અભિનેતા અને કથક ગુરુ તરીકે જાણીતા વીરૂ કૃષ્ણનનું 7 સપ્ટેમ્બરના રોજ નિધન થઈ ગયું છે. કૃષ્ણને શનિવારે છેલ્લા શ્વાસ લીધા. કૃષ્ણનના નિધન બાદ બોલીવુડની હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. તમને જણાવીએ કે રાજા હિંદુસ્તાની, અકેલે હમ અકેલે તુમ, દુલ્હે રાજા, ઇશ્ક જેવી ફેમસ ચાલેલી ફિલ્મોમાં તે યાદગાર અભિનય આપી ચુક્યા છે. તેમના અવસાનના સમાચાર બાદ ઇન્ટરનેટ પર લોકો તેમને ખુબ યાદ કરી રહ્યા છે, અને તેમના કરિઅરની યાદગાર પર્ફોર્મન્સના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે વીરૂને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ કથક ગુરૂ કરી તરીકે ઓળખાય છે. તેમણે ઘણા યાદગાર અભિનય પણ કર્યા છે. કેટલાક ફિલ્મી સિતારાઓએ તેમની પાસેથી ટ્રેનિંગ લીધી છે. પ્રિયંકા ચોપરાથી લઈને કેટરીના કૈફ જેવા અનેક સફળ અભિનેત્રીઓના નામો સામેલ છે. હાલમાં જ બોલીવુડ અભિનેત્રી કેટરીનાને જ્યારે તેમના ફેવરિટ શિક્ષક વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે વીરૂ કૃષ્ણનનું જ નામ લીધું હતું.

કૃષ્ણનનાં નિધનની ખબર બાબતે બોલિવૂડની ઘણી બધી હસ્તીઓએ ટ્વિટર પર ટ્વિટ કરી છે. પ્રિયંકા ચોપરા ટ્વીટર પર શોક જતાવતા લખે છે કે, જ્યારે હું ડાન્સમાં નબળી હતી ત્યારે તમે મને ડાન્સ શીખવ્યો હતો. ડાન્સ પ્રત્યે તમારું સમર્પણ એટલું હતું કે તમે અમને બધાને કથક શીખવ્યું અને તેની સાથે ઘણું બધુ. તમે અમને હમેશાં યાદ રહેશો.

આ ઉપરાંત ટીવી એક્ટર કરણવીરએ પણ શોક જતાવ્યો કર્યો. તેણે એક જૂનો વિડીયો શેર કરીને લખ્યું કે, “મને આ લખતી વખતે ખુબ જ દુખ થાય છે કે ગુરુજી આ દુનિયા છોડીને જતા રહ્યા છે. હું ટીચર્સ ડે પર એક પોસ્ટ લખવા જઈ રહ્યો હતો જેથી તેમનો અને અન્ય ટીચર્સનો આભાર વ્યક્ત કરી શકું. કોને ખબર હતી કે આ દેવદૂત પોતાના શરીરને છોડીને ક્યારેય પાછો ન આવવા માટે જાય છે. એમના જેવા આ દુનિયામાં શીખવવા વાળા ઓછા છે.


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks