રસોઈ

ચા સાથે ગરમા ગરમ નાસ્તો – દાળ વડા.. એ પણ સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથેની રેસીપી જોઈને ..

સામગ્રી

  • ચણા દાળ : ૧/૨ કપ (૩૦૦ગ્રામ )
  • મૂંગ દાળ : ૧ ચમચી
  • ચોખા : ૧ ચમચી
  • અડદ દાળ : ૧ ચમચી
  • લીલા મરચા : ૪થી ૫
  • લસણ : ૮ થી ૧૦
  • આદુ : ૧/૪ નાનો ટુકડો
  • પાણી : ૨ કપ
  • મીઠું : સ્વાદ મુજબ
  • તેલ : તળવા માટે

રીત

• સૌપ્રથમ ચણાની મૂંગની અડદની દાળ અને ચોખાને એક વાસણમાં મિક્સ કરીને અને પાણીથી બરોબર ધોઈ નાખો• પછી એને ૬ થી ૭ કલાક પલાળી દો. પછી અને મિક્સર માં પીસી લો અને પીસતી વખતે એમાં લીલા મરચા લસણ અને આદુ નાખી દો વધારે તીખું પસંદ હોઈ તો વધારે મરચા નાખી શકો છો.

• પીસતી વખતે પાણી જરૂર પડે તો એડ કરવું અને દાળ થોડી અચકચરી રહી જાય તો પણ ચાલે

• પીસાય જાય એટલે દાળ વડા ના ખીરા ને ૧ કલાક રેસ્ટ માટે મૂકી દો.  પછી એમાં મીઠું એડ કરી ને અને એક વાર બરોબર મિક્સ કરી દો

• પછી તળવા માટે ગેસ પર એક કઢાય માં તેલ ગરમ કરવા મુકો. પછી દાળવડા તળી લો.

અને દાળવડા તળતી વખતે એને હલાવતા રહો જેથી બધી બાજુ થી સરખી રીતે તળાય જાય

થોડા ક્રિસ્પય તળવા જેથી ખાવામાં સારા લાગે

• તળાય જાય એટલે એને ડુંગળી અને તળેલા લીલા મરચા સાથે સર્વ કરો. તો તૈયાર છે ગરમ ગરમ દાળવડા.

નોંધ : દાળવડાના ખીરામાં ખાવાનો સોડા નાખવાની જરૂર નથી
ક્લિક કરો લિંક પર જુવો રેસીપી અને બનાવો ઘરે.

Please Subscribe our channel: https://www.youtube.com/channel/UCgOWaGYuRMYPeldT4p5tFVw

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ