ખબર

ડોનાલ્ડ ટ્રમ્પને આજે રાત્રી ભોજનમાં આપવામાં આવશે આ ખાસ શાહી વસ્તુ જેને બનાવતા લાગે છે 48 કલાક

અમેરિકાના રાષ્ટ્ર પતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પત્ની અને દીકરી સાથે 2 દિવસના ભારત પ્રવાસે છે, તેમના આ પ્રવાસ પહેલા જ ભારતમાં જોરશોરથી તૈયારીઓ આરંભાઈ ગઈ હતી, ડોનાલ્ડ ટ્રમ્પ કાલે અમદાવાદમાં હતા જ્યાં તેમનું સ્વાગત કરવામાં હોઈ કસર બાકી ના રહી.

Image Source

ગઈકાલે એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કર્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારને 22 કિલોમીટર લાંબી રેલી યોજીને ગાંધી આશ્રમની મુલાકાત બાદ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમના ઉદઘાટન માટે મોટેરા લઇ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને દેશને સંબોધન કર્યું હતું, અને તેમના સ્વાગત માટે આભાર પણ વ્યક્ત કર્યો હતો, સાંજે ટ્રમ્પ આગ્રામાં તાજમહેલની મુલાકાત પણ લીધી હતી.

આજે ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો દિલ્હીમાં રોકાયો છે ત્યારે કેટલાક ઉદ્યોગપતિઓ સાથેની મુલાકાત બાદ સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં કેટલાક અગ્રણી મહેમાનો સાથે એક શાહી ભોજનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ શાહી ભોજ માટે કેટલુંય પ્રકારના વ્યંજનો બનાવવામાં આવ્યા છે.

Image Source

આ બધા જ વ્યંજનોમાં એક ખાસ વસ્તુ છે જે રાષ્ટ્રપતિ ભવનની એકદમ શાહી વસ્તુ માનવામાં આવે છે. જેને બનાવવામાં 48 કલાકનો સમય લાગે છે. આ શાહી ડીશનું નામ છે “દાલ રાયસીના”. આ ખાસ વાનગી રાષ્ટ્રપતિ ભવનમાં યોજાતા ખાસ પ્રસંગોમાં જ બનાવવામાં આવે છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ માટે પણ આ વાનગી ખાસ બનાવવામાં આવી રહી છે.

આ વાનગીની શોધ વર્ષ 2010માં કાર્યકારી શેફ મચીન્દ્ર કસ્તુરે કરી હતી. ત્યાર પછી આ વાનગીમાં બીજી કેટલીક વસ્તુઓ પણ જોડાતી રહી છે. રાજમા અને અડદને આખી રાત પલાળી રાખ્યા બાદ આ વાનગી બનાવવામાં આવે છે. આ વાનગીમાં દાળને 6-8 કલાક સુધી દેખરેખ હેઠળ જ ધીમા તાપ ઉપર રાખવામાં આવે છે.

Image Source

“દાલ રાયસીના”માં ઘણી જ એવી વસ્તુઓ ઉમેરવામાં આવે છે જેના કારણે તેનો સ્વાદ વધારે લાજવાબ બને. હાલના શેફ મોન્ટુ સૈની દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ડિશને બનાવવામાં હાલમાં 48 કલાક જેટલો સમય લાગે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.