રસોઈ

દાલ બાટી – રાજસ્થાનની ફેમસ આ વાનગી બનાવો હવે તમે તમારા ઘરે …….

આજે બનાવો રાજસ્થાનની ફેમસ દાલ બાટી . રાજસ્થાનમાં ઘરે ઘરે બનતી આ આ વાનગી હવે ગુજરાતીઓની પણ પહેલી પસંદ બની ગઈ છે. એવો ટેસ્ટ છે. ટીપી નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ સાથેની રેસીપી ને બનાવજો જરૂર.

સામગ્રી: બાટી નો લોટ બનવા માટે

 • ઘઉં નો લોટ ૨૫૦ ગ્રામ
 • અજમો ૧/૨ ચમચી
 • મીઠું ૧/૨ ચમચી
 • બેકિંગ સોડા ચપટી
 • તેલ ૧/૨ ચમચી
 • પાણી ૧૨૦ મિલી

દાળ બનવા માટે

 • તુવેર દાળ ૩ ચમચી
 • મગદાળ ૨ ચમચી
 • ચાના દાળ ૨ ચમચી
 • ઉડદ દાળ ૨ ચમચી
 • મસૂર દાળ ૧ ચમચી
 • હળદર પાવડર ૧/૪ ચમચી
 • મીઠું ૧/૨ ચમચી
 • તેલ ૧/૨ ચમચી
 • પાણી ૨ કપ
 • વઘાર કરવા માટે
 • તેલ ૨ ચમચી
 • ઘી ૧ ચમચી
 • ઝીરું ૧ ચમચી
 • કઢી પતા ૩/૪ નંગ
 • હિંગ ચપટી
 • સૂકું લાલ મરચું ૧ નંગ
 • લીલા માર્ચ ની પેસ્ટ ૧ ચમચી
 • આદુ ની પેસ્ટ ૧ ચમચી
 • લસણ ની પેસ્ટ ૧ ચમચી
 • ડુંગળી ૧ નંગ
 • ટામેટું ૧ નંગ
 • લાલ મરચું ૧ નંગ
 • ગરમ મસાલો ૧ ચમચી
 • પાણી ૧/૨ કપ
 • મીઠું સ્વાદ મુજબ
 • ફ્રેશ ધાણા

રીત

બાટી બનવા માટે

• સૌપ્રથમ બાટી નો લોટ તૈયાર કરવો લોટ બાંધવા માટે એક મોટા વાસણ માં ૨૫૦ ગ્રામ લોટ એમાં અજમો એડ કરો મીઠું બેકિંગ સોડા અને તેલ પાણી એડ કરી ને લોટ બાંધી લો. • અને લોટ કઠણ બાંધવો મોહન વધારે એડ કરવું લોટ બંધાય જાય એટલે એને તેલ લગાડી રેસ્ટ આપવો• લોટ ને બરોબર મસળી લો અને પછી નાનો ગુલો લઇ ને એને હાથ થી પ્લસ બનવો એવું ૩ વખત કરી લો• અપ્પમ પેન ને તેલ થી ગ્રિસસ કરી લેવું અને એમાં બાટી એડ કરો અને ધીમા તાપે સેકાવા દો ચારે બાજુ થી સેકી લો

• અને ફાટવા લાગે એટલે સમજી જવું કે સેકાય ગઈ છે ૪ મિનિટ સુધી સેકાવા દેવાની

દાળ બનવા માટે

• તુવેર ચાના મસૂર અને મગ ની દાળ ને બરો બાર ધોઈ ને બાફી લો બાફતી વખતે હળદર તેલ મીઠું અને પાણી એડ કરી ને બાફી લો ૪ થી ૫ સિટી વગાડી લો.

• દાળ બફાઈ જાય એટલે એને વલોવાની નથી દાળ આખી જ રાખવાની છે.

• એક પેન માં તેલ ઘી એડ કરી લઈશુ તેલ ઘી ગરમ થાય એટલે એમાં ઝીરું એડ કરીશુ પછી એમાં કઢી પતા અને એક સૂકું મરચું એડ કરવું હિંગ એડ કરી મિક્સ કરી દેવું

• આદુ લીલા માર્ચ ની પેસ્ટ એડ કરવી એક ડુંગળી એડ કરો એને બરો બાર સેકાવા દો હવે એમાં ટામેટું એડ કરો અને ટામેટું સોફ્ટ થાય ત્યાં સુધી શેકવા દેવાનું. • હવે એમાં લાલ મરચી એડ કરો પછી એમાં દાળ એડ કરો જો તમને જાડી પાતળી કરવા માટે તમારા મુજબ પાણી એડ કરો અને પછી એમાં ગરમ મસાલો એડ કરો થોડી વાર ઉકાળવા દો તૈયાર છે આપડી દાળ બાટી ની દાળ ધાણા થી ગાર્નીસ કરી ને સર્વ કરોસર્વ કરતી વખતે દાળ બાટી માં ઘી એડ કરો એના થી સ્વાદ જોરદાર આવશે તમે પણ જરૂર થી બનાવો આ રેસીપી અને કેમેંન્ટ કરી ને અમને કહો કેવી લાગી રેસીપી. 

જો તમને અમારી રેસીપી ગમી હોય તો નીચે આપેલ યુ ટ્યુબ ચેનલની લિન્ક ઓપન કરી લાઈક અને સબસક્રાઈબ કરવાનું ભૂલતા નહી.

તમે અમારી રેસીપી જોવા માટે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો.
Facebook https://www.facebook.com/Gujarati-Kitchen
Instagram https://www.instagram.com/kitchengujarati

Author : ગુજરાતી કિચન – Gujjurocks Team

આવી જ રેસિપી માટે અમારી યૂટ્યૂબ ચેનલ નીચે લિંક આપી છે એ ક્લિક કરીને જરૂર સબસ્ક્રાઇબ કરજો
https://www.youtube.com/channel/UCgOWaGYuRMYPeldT4p5tFVw

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…