વડોદરામાં ગુમ થયેલ મહિલા કોન્સ્ટેબલ બીજા ધર્મના પ્રેમી સાથે આ સ્ટેટમાંથી મળી આવી, લખીને ગઇ હતી- મારી મરજીથી વિદેશ…

ગુજરાતમાંથી ઘણીવાર લવ જેહાદના કિસ્સા સામે આવે છે. બીજા ધર્મના યુવક દ્વારા હિંદુ યુવતિઓને ફસાવી અને લગ્નની લાલચ આપી દુષ્કર્મ પણ આચરવામાં આવતુ હોય છે. ત્યારે હાલમાં વડોદરામાંથી એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ડભોઈ પોલીસ સ્ટેશનમાં ઘણા સમયથી ફરજ બજાવી રહેલ મહિલા કોન્સેટબલ ગુમ થતાં ચકચાર મચી ગઈ હતી અને મહિલા કોન્સેટબલ છેલ્લા બે-ત્રણ દિવસથી ગુમ થઈ ગયા બાદ ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી.

મહિલા કોન્સ્ટેબલ બે વર્ષથી ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા અને 16 જાન્યુઆરીએ ફરજ બજાવી તે ઘરે પહોંચ્યા નહિ. જેના કારણે પરિવારજનોએ તેમના ગુમ થવાની ફરિયાદ નોંધાવી અને પછી એવું સામે આવ્યુ કે, ફરજ પૂરી કર્યા બાદ તેમણે આઠ દિવસની રજા મૂકી છે. જો કે, હાલ તો આ મહિલા કોન્સ્ટેબલ પરણિત છે અને તેઓ પોતાના પ્રેમી સાથે ભાગી ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે.

તેમણે મોટી બહેનને મેસેજ કર્યો હતો કે હું મારી મરજીથી વિદેશ જઉં છું. જે બાદ ગુમ થયેલ મહિલા કોન્સ્ટેબલ મણિબેન ચૌધરીને બીજા ધર્મના પ્રેમી સદામ ગરાસિયા સાથે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાંથી ડભોઈ પોલીસે પકડી પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ડભોઇ પોલીસ મથકમાં ફરજ બજાવતી 24 વર્ષિય મણિબેન ચૌધરી 16 જાન્યુઆરીએ 8 દિવસની રજાનો રિપોર્ટ મૂકી સાંજે 6 વાગ્યે નીકળ્યા હતા

તે બાદ તેમણે બનાસકાંઠા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતી મોટી બહેનને મેસેજ કર્યો હતો કે ‘હું મારી મરજીથી વિદેશ જઉં છું.’ જો કે, તે બાદ તેમની બહેન અને પરિવારજનોએ ડભોઈ પોલીસ મથકનો સંપર્ક કર્યો પણ મણિબેનનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. તે બાદ પરિવારજનોએ જાણવા જોગ અરજી કરી હતી. તે બાદ તેમની શોધખોળ કરવામાં આવી અને ત્યારે એવું પણ સામે આવ્યુ કે મોટા હબીપુરાનો યુવક સદામ ગરાસિયા પણ ગુમ થઇ ગયો છે અને એ દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ. વડોદરા જિલ્લા પોલીસે વિવિધ ટીમો બનાવીને મહિલા પોલીસ-કોન્સ્ટેબલની શોધખોળ શરૂ કરી

પ્રતિકાત્મક તસવીર

તપાસમાં સામે આવ્યુ કે બંને પાસે કોઈપણ પ્રકારનો પાસપોર્ટ નથી, પણ તેમણે ગત 28મી ડિસેમ્બરના રોજ મૈત્રી કરાર કર્યો છે. બંને છેલ્લા 6 મહિનાથી પરિચયમાં હતા અને પછી તેઓ ભાગ્યાં હતાં. મહિલા કોન્સ્ટેબલના પિતાએ જણાવ્યું કે તેમની દીકરી એટલે કે મહિલા કોન્સ્ટેબલના ચાર વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને પતિ સાથે પણ મનમેળ છે, આ ઉપરાંત તે પરિવાર સાથે પણ હળીમળીને રહે છે, તે પરિવારને ખૂબ મદદ કરતી. તેમણે કહ્યુ કે, તેમને લાગી રહ્યુ છે કે તેના પર કોઈ જાદુટોના કરી તેનું અપહરણ કરાયું છે અને લવ-જેહાદ હેઠળ આ કાવતરું કરાયું છે.

Shah Jina