ધાર્મિક-દુનિયા

ગાંધીનગર અને અમદાવાદ નજીક આવેલા હજારો વર્ષ જૂનાં ડભોડિયા મંદિરનો ઇતિહાસ વાંચવા જેવો છે, વાંચીને જય હનુમાન જરૂર કહેજો

આ શ્રુષ્ટિ ઉપર એક જ એવા દેવ છે જેમને અમરત્વ મળેલું છે અને એ છે હનુમાન દાદા, હનુમાનજી આ ધરતી ઉપર કોઈને કોઈ સ્વરૂપે, કોઈને કોઈ ઠેકાણે વસવાટ કરે છે. દાદાના પરચાઓ પણ આપણને ઘણી જગ્યાએથી જાણવા મળે છે. આજે પણ કેટલાય ઠેકાણે દાદા હાજર હજુર હોવાના પુરાવાઓ મળે છે. આજે પણ પોતાના ભક્તોના કષ્ટો દૂર કરવા માટે હનુમાન દાદા આવી પહોંચતા હોય છે અને એટલે જ એમને કષ્ટભંજન દેવ તરીકે ઓળખવામાં આવે છે. હનુમાનજીનું એવું જ એક મંદિર ગાંધીનગર અને અમદાવાદ નજીક ડભોડા ગામમાં આવેલું છું. આ મંદિર આશરે 1000 વર્ષ કરતા પણ વધારે જૂનું છે, અને આ મંદિર સાથે જોડાયેલી કથા પણ ખુબ જ રસપ્રદ છે.

Image Source

આ મંદિર સાથે જોડાયેલી કથા 1000 વર્ષ કરતા પણ જૂની છે જયારે સધારા રાજા સોલંકી પાટણના દેવજ્ઞામાં આવીને વસ્યા હતા. રાજાએ પાટણમાં આવીને પોતાની ગયો એક ભારવડાને ચરાવવા માટે આપી હતી, ભરવાડ ગાયોને લઈને રોજ જંગલમાં ચરાવવા માટે જતો હતો, પરંતુ એ ગાયોના ટોળામાંથી એક ગાય રોજ છૂટી પડી અને એક ઠેકાણે પહોંચી જતી અને પોતાનું બધું જ દૂધ જરી આવતી હતી. અને સાંજે જવાના સમયે એ ગાય આવીને ટોળામાં ભળી જતી. આ ઘટના રોજ બનવા લાગી, રાજાને કોઈએ માહિતી આપી કે એક ગાયનું દૂધ ભરવાડ કાઢી લે છે તેથી રાજાએ ભરવાડને બોલાવ્યો ત્યારે ભરવાડે આ બાબતે કઈ ખબર ના હોવાનું જણાવ્યું.

Image Source

રાજાએ આ બાબતે વધુ તપાસ કરવાનું વિચાર્યું ત્યારે સામે આવ્યું કે આ ગે ટોળાથી છૂટી પડી અને જંગલમાં એક ઠેકાણે જઈને પોતાનું બધું જ દૂધ એની જાતે જ ત્યાં જરી દે છે. રાજાએ રાજપુરોહિતની સલાહ દ્વારા એ જગ્યાએ ખોદકામ કરાવ્યું અને ખોદકામ કરતી વખતે ત્યાંથી હનુમાન દાદાની એક ચમત્કારિક મૂર્તિ મળી આવી. રાજાએ એજ સ્થળ ઉપર મોટો યજ્ઞ કરાવ્યો અને મંદિરની પણ સ્થાપના કરી, ત્યારથી આ સ્વયંભૂ મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

Image Source

સમય જતા આ મંદિરનો જીર્ણોદ્ધાર થવા લાગ્યો, મંદિરનું માહાત્મ્ય વધવા લાગ્યું અને ત્યાં એક આખું ગામ વસી ગયું જેને ડભોડા ગામ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાં સ્થિત હનુમાન દાદાને ડભોડિયા હનુમાનજી તરીકે ઓળખવામાં આવે છે. કે સમયના મંદિરના મહંત શ્રી સ્વ. જુગારદાસજીએ ડભોડા ગામની સરહદ વિસ્તારમાં ક્યારેય તીડ અને કાતરા નહિ પડે તેવા આશીર્વાદ પણ આપ્યા હતા. ત્યારથી લઈને આજ સુધી આ ગામની સરહદોમાં ક્યારેય તીડ અને કાતરા પણ પડતા નથી.

આ મંદિરનું માહાત્મ્ય આજે પણ એટલું જ વિશાલ છે, કાળી ચૌદસના દિવસે અહીંયા મેલા જેવો ઉત્સવ હોય છે તેમજ શનિવાર અને મંગળવારના દિવસે પણ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે.

Image Source

જય હનુમાન!! જય શ્રી રામ!!
જુઓ ડભોડિયા હનુમાન દાદાના મંદિરેથી ગુજ્જુરોક્સ ટીમ દ્વારા કરવામાં આવેલા લાઈવ વિડીયો દર્શન