ખબર

મુંબઈના આ વિસ્તારમાં ‘નિસર્ગ’ વાવાઝોડું ભયાનક રીતે ત્રાટક્યું, જુઓ LIVE તસ્વીરો

અરબ સાગરમાં આવેલું વાવાઝોડુ નિસર્ગ બપોરે લગભગ 1 વાગ્યે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગમાં સમુદ્ર કાંઠે અથડાયું હતું. આ વિસ્તારમાં લગભગ 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
નિસર્ગ ચક્રવાતને જોતા હવામાન વિભાગે મુંબઈમાં હાઈ ટાઈડના આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે. તોફાન દરમિયાન 100થી 120 કિમી પ્રતિ કલાક ઝડપે પવનો અને દરિયામાં 6 ફુટના મોજા ઉછળવાને કારણે મુંબઈને પાણી પાણી કરી શકે છે.

હવામાન વિભાગ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ, ઠાણે, રાયગઢ, રત્તનાગિરીમાં સ્પીડમાં પવન ફુંકાવા અને ભારે વરસાદની શક્યતા છે. ત્યારે બપોરે લોકોને ઘરમાંથી બહાર ન નીકળે. ગેટ વે ઓફ ઈન્ડિયાની પાસે પવન એટલી સ્પીડમાં ફુંકાઈ રહ્યો છે કે પોલીસના બેરિકેડિંગ પર ત્યાં પડી ગયા છે.

મુંબઈના બાંદ્રા-વર્લી સી લિંક પર વાહનની અવરજવર અટકાવી દેવાઈ છે. તો બીજી બાજુ સમુદ્રમાં ઊંચા મોજા ઉછળ્યા છે. મુંબઈ અને સાસપાસના તટીય વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. મુંબઈના દરિયાકાંઠાથી માછીમારો પોતાની બોટો અને અન્ય સામાન ત્યાં જ છોડીને ચાલ્યા ગયા છે.

રાજ્યમાં એનડીઆરએફની 21 ટીમો તૈનાત છે અને લગભગ એક લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવી છે. આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોમાં કોસ્ટગાર્ડની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. અલીબાગથી 6 હજાર લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા.અલીબાગમાં જ્યારે તોફાન પહોંચ્યું ત્યારે પવનની ગતિ 100થી 110 કિમી પ્રતિ કલાકની હતી. બીએમસીએ જણાવ્યું હતું કે અગ્નિશામકો સજાગ છે અને મુંબઇની છ ચોપાટીઓમાં 93 ગાર્ડ તૈનાત છે. મુંબઈમાં વિવિધ સ્થળોએ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ની આઠ ટીમો અને પાંચ નેવી ટીમો તૈનાત કરવામાં આવી છે.
બીએમસીએ લોકોને તાકીદની સ્થિતિમાં મદદ માટે 1916કોલ ના હેલ્પલાઈન નંબર પર કોલ કરવાની અપીલ પણ કરી હતી.

મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગિરીમાં ભારે વરસાદ હોવાથી લોકોને ઘરમાં રહેવા જણાવાયું છે. વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રના રત્નાગિરી ક્ષેત્રમાં દરિયામાં ઉંચી લહેરો ઉઠી રહી છે અને દરિયા કિનારે બાંધવામાં આવેલા જહાજો પણ હલી રહ્યા છે.

ફક્ત મહારાષ્ટ્રની સાથે સાથે ગુજરાત, દમણ અને દીવના કેટલાય વિસ્તારોમાં આ તોફાનની અસર જોવા મળશે. અહીં સ્પીડમાં પવન ફુંકાઈ રહ્યો છે અને વરસાદ થઈ રહ્યો છે. દરેક જગ્યાએ પોલીસ અને એનડીઆરએફની ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. જેઓ લોકોને દરિયા કિનારાથી હટાવી સલામત જગ્યાએ લઈ જવાનું કામ કરાઈ રહ્યું છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.