ખબર

ભયાનક યુદ્ધ વચ્ચે અહીંયા રશિયાની તોપનો ગોળો પડ્યો, વીડિયો જોઈને હાજા ગગડી જશે

ગઈકાલ સાવરથી ચાલુ થયેલું રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ દિવસે અને દિવસે ભયાનક થતું જાય છે. દુઃખદ વાત એ છે કે યુક્રેનના સામાન્ય નાગરિક યુદ્ધનો ભોગ બની રહ્યા છે. હાલ જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેના પરથી સ્પષ્ટ સમજી શકાય છે કે કેવી રીતે રશિયા યુક્રેન પર હુમલાઓ કરી રહ્યુ છે.

યુક્રેન-રશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે સ્થિતિ તંગ છે. આ દરમિયાન યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે ભારત સરકારે નવી એડવાઈઝરી જારી કરી છે. નવી એડવાઈઝરી અનુસાર ત્યાં ફસાયેલા લોકોને બોર્ડર એરિયામાં ન જવાની કડક સૂચના આપવામાં આવી છે. MEA તરફથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે તમામ ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ભારત સરકારના અધિકારીઓ સાથે પૂર્વ સંકલન વિના બોર્ડર પોસ્ટ પરની કોઈપણ સીમાપોસ્ટ ઉપર ના જાય.

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. છેલ્લા બે દિવસથી રશિયા યુક્રેન પર સતત મિસાઈલોથી હુમલો કરી રહ્યું છે. યુક્રેન અનુસાર આ હુમલામાં 137 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત રશિયાના 1000 થી વધુ સૈનિકો માર્યા ગયા હોવાનો પણ દાવો કરે છે. યુદ્ધ ગુરુવારે શરૂ થયું જ્યારે રશિયન રાષ્ટ્રપતિ પુતિને જીવંત ટેલિવિઝન સંબોધન દરમિયાન યુક્રેનમાં “વિશેષ લશ્કરી કાર્યવાહી” ની જાહેરાત કરી, ત્યારબાદ રાજધાની કિવ સહિત યુક્રેનના ઘણા વિસ્તારો બોમ્બ ધડાકાથી તબાહ થઈ ગયા.

છેલ્લા બે દિવસથી યુક્રેનના આકાશમાં રશિયન હેલિકોપ્ટર જોવા મળી રહ્યા છે, હવે યુક્રેનની સડકો પર રશિયન ટેન્ક જોવા મળી રહી છે. જ્યારે છેલ્લા બે દિવસમાં અનેક બોમ્બ બ્લાસ્ટ થયા છે. બંને દેશો વચ્ચે સર્જાયેલી આ સ્થિતિ હવે અન્ય દેશો માટે પણ ચિંતાનું કારણ બની ગઈ છે.

રશિયન સૈનિકોએ શુક્રવારે યુક્રેનની રાજધાની કિવ પર હુમલો કર્યો. આ હુમલાઓને કારણે સરકારી ઈમારતો નજીક ગોળીબાર અને વિસ્ફોટોના અવાજો ગુંજી ઉઠ્યા હતા. રશિયાની આ કાર્યવાહીથી યુરોપમાં વ્યાપક યુદ્ધની સંભાવના વધી ગઈ છે, જ્યારે તેને રોકવા માટે વિશ્વભરમાં પ્રયાસો પણ શરૂ થઈ ગયા છે. યુદ્ધમાં સેંકડો જાનહાનિના અહેવાલો વચ્ચે કિવમાં ઇમારતો, પુલો અને શાળાઓની સામે ગોળીબાર અને વિસ્ફોટની ઘટનાઓ પણ બની છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વર્તમાન યુક્રેનની સરકારને ઉથલાવી દેવાનો પ્રયાસ કરી રહ્યા હોવાના સંકેતો પણ વધી રહ્યા હતા.

યુક્રેનના રસ્તા પર એક સાયકલિસ્ટ જઇ રહ્યો હોય છે ત્યારે જ એક હવાઇ હુમલો થાય છે. વિડીયો માં તમે જોઈ શકો છો કે મોટા વિસ્ફોટ સાથે ચારે તરફ ધૂમાડો ઉઠે છે અને થોડી જ ક્ષણોમાં બધુ નષ્ટ થઇ જાય છે. રશિયા યુક્રેન પર હવા, પાણી અને જમીન મારફતે હુમલાઓ કરી રહ્યું છે. રશિયન સૈન્યના હુમલામાં યુક્રેનના 137 લોકોના મોત થયા છે જ્યારે સેંકડો લોકો ઇજાગ્રસ્ત થયા છે. સાથે જ રશિયા યુક્રેનની જમીન પર કબજો કરી રહ્યુ છે.

આ યુદ્ધમાં દેશ રશિયાએ બ્રિટનના વિમાનો માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દીધું છે. યુક્રેન સૈન્યએ દાવો કર્યો હતો તેઓ રાજધાની કીવની બહાર રશિયન સૈન્ય સામે લડી રહ્યા છીએ. રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે તેમણે યુક્રેનના 18 ટેન્ક નષ્ટ કર્યા છે. તે સિવાય સાત રોકેટ સિસ્ટમ ખરાબ કરી દીધી છે અને 41 મોટર વ્હીકલને નષ્ટ કર્યા છે.

ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી.