ખબર

કેક સમજીને એમેઝોનથી મંગાવ્યા ગાયના છાણાં, ખાધા પછી જે રીવ્યુ આપ્યો છે એ જોવા જેવો

આજે મોટાભાગના લોકો ઓનલાઇન શોપિંગ કરવાનું પસંદ કરે છે. ઘરે બેઠા જ કોઈ વસ્તુ ઓનલાઇન ગમી અને ઓર્ડર કરી દેવામાં આવે છે. અને તેમાં પણ હવે ઘણી વેબસાઈટ વિશ્વાસુ બની ગઈ છે. તેમાંથી જ એક છે એમેઝોન. એમેઝોન ઉપર ઘણા લોકો ખરીદી કરતા હોય છે, પરંતુ આ દરમિયાન જ એક અનોખો કિસ્સો સામે આવ્યો છે.

Image Source

એક વ્યક્તિએ એમેઝોન ઉપર ઓનલાઇન શોપિંગ દરમિયાન ગાયના છાણાં કેક સમજીને મંગાવી લીધા. અને ખાધા બાદ તેને પોતાનો રીવ્યુ પણ પોસ્ટ કર્યો જે હાલ ખુબ જ ચર્ચાનો વિષય બની રહ્યું છે.

Image Source

ઓનલાઇન પણ હવે ગાયના છાણાં વેચાઈ રહ્યા છે, જેને પૂજા પાઠ કરનારા લોકો ખરીદે છે. પરંતુ અંગ્રેજીમાં આ ગાયના છાણાંને cow dung cake કહેવામાં આવે છે. એમેઝોન ઉપર પણ આ નામથી જ ગાયના છાણાં મુકેલા હતા. અને એક વ્યક્તિએ તેને કેક સમજીને ખરીદી અને ટેસ્ટ પણ કર્યા, સાથે રીવ્યુ પણ આપ્યો.

Image Source

આ વ્યક્તિએ પોતાના રીવ્યુની અંદર લખ્યું કે “આ ખુબ જ ખરાબ હતું. જયારે મેં તેને ખાધું ત્યારે તેમાંથી ઘાસ અને માટી જેવો સ્વાદ આવી રહ્યો હતો. આ ખાધા પછી મને લુઝ મોશન થઇ ગયા. નિર્માતાને વિનંતી છે કે કાઉ ડંગ કેક બનાવતી વખરે સાફ સફાઈનું થોડું ધ્યાન રાખો. સાથે જ તેના સ્વાદ અને કૂરકૂરા પન ઉપર પણ કામ કરો.”

આ રિવ્યુ ઉપર સૌથી પહેલા ટ્વીટર યુઝર્સ ડૉ. સંજય અરોડાની નજર પડી. તે ધાર્મિક કાર્યો માટે છાણાં ખરીદવા માટે એમેઝોન સાઈટ ઉપર બ્રાઉઝિંગ કરતા રહે છે. તે દરમિયાન જ તેમને આ રીવ્યુ જોયો. જેનો સ્ક્રીનશોટ તેમને ટ્વીટર ઉપર શેર કરી દીધો. તેમને લખ્યું કે આ છે.  મને મારા દેશથી પ્રેમ છે. તેના બાદ સોશિયલ મીડિયા ઉપર આ સ્ક્રીનશોટ વાયરલ થઇ રહ્યો છે.