ખબર

Breking News : અમદાવાદ બાદ આ 3 શહેરોમાં કર્ફ્યુ અંગે સાંજ સુધીમાં લેવાઈ શકે છે નિર્ણય

ગુજરાતમાં ફરી કોરોનાએ ભરડો લીધો છે. હાલ દરરોજ રાજ્યમાં 1200થી 1300 કેસ આવી રહ્યા છે. કોરોનાનું સૌથી વધુ સંક્ર્મણ અમદાવાદમાં છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા અમદાવાદમાં આજે રાતે 9 વાગ્યાથી 57 કલાકનું કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે.

Image source

અમદાવાદ બાદ રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ કરફ્યૂ આપવાને લઇને વિચારણા કરવામાં આવી રહી છે. રાજકોટમાં સાંજ સુધીમાં કરફ્યૂ અંગે નિર્ણય લેવાઇ શકે છે. આ સાથે જ રાજકોટથી અમદાવાદ જતી ST બસો પણ બંધ કરવામાં આવી છે.

રાજકોટ કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે કોરોના કેસમાં વધારો થતા હોસ્પિટલમાં બેડની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી રાજકોટના નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી. લોકડાઉન કરવામાં  આવશે નહીં

Image source

સુરત પાલિકા કમિશનર અને પોલીસ કમિશનર વચ્ચે કર્ફયુને લઈને બેઠક શરૂ થઇ છે. આ સિવાય વડોદરમાં પણ કર્ફ્યુ અંગે વિચારણા કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં લૉકડાઉન લગાવવાનું કોઈ પ્લાનિંગ નથી. આ માત્ર એક અફવા છે.

Image source

અમદાવાદમાં 112 દિવસ પછી 20મી તારીખથી રાતે 9 વાગ્યાથી તા. 23મીને સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકના કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. કર્ફ્યુની જાહેરાત થતા અમદાવાદની પરિસ્થિતિ વણસી હોય તેવા સ્પષ્ટ એંધાણ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત અમદાવાદમાં શનિ-રવિ દરમિયાન સંપૂર્ણપણે વાહનવ્યવહાર પણ બંધ રહેશે.