અજબગજબ ખબર

ગુજરાતના આ ગામમાં કુતરા પેદા થતા જ બની જાય છે કરોડપતિ, લેખ વાંચીને તમે પણ થઇ જશો હેરાન

આ વાંચીને તમને આંચકો જરૂર લાગશે પરંતુ આ વાત સાચી છે. ગુજરાતના મહેસાણા જિલ્લાના પાંચોટ ગામના કુતરાઓ માણસ કરતા વધારે પૈસાવાળા છે. અહીં માણસ ભલે કરોડપતિ ના હોય પરંતુ કુતરા જરૂર છે. આ ગામના દરેક કુતરા ૩ કરોડથી વધુ સંપત્તિના માલિક છે. હવે તમને સવાલ થયો હશે કે ? પશુ આખરે કરોડપતિ કેવી રીતે બની શકે.

Image Source

પશુ આખરે કરોડપતિ કેવી રીતે હોય શકે ? એનો જવાબ છે પાંચોટ ગામમાં કૂતરાને ખવડાવવા માટે જમીન દાન કરવાની પરંપરા છે. પાંચોટ ગામમાં ‘મઢની પતિ કુતરીયા ટ્રસ્ટ’ છે જેની પાસે 21 વીઘા જમીન છે. જેની પ્રતિ વીઘાનીકિંમત 3.5 કરોડ રૂપિયા છે.

Image Source

આ બધા પૈસા ટ્રસ્ટના લગભગ 70થી વધુ કુતરાના કલ્યાણ માટે ખર્ચ કરવામાં આવે છે. દર વષે આ જમીનની બોલી લગાડવામાં આવે છે. જે સૌથી વધુ બોલી લગાવે છે તેને એક વર્ષ માટે આ જમીન આપવામાં આવે છે. આ હરરાજીથી લગભગ 1 લાખ રૂપિયા સુધીની આવક થાય છે, જે ટ્રસ્ટ અને કુતરાના દેખભાળના ખર્ચમાં થાય છે.

Image Source

આ જમીનની આગળથી એક બાયપાસ રોડ બની રહ્યો છે જેના કારણે આ જમીનની પહેલા કિંમત લાખ રૂપિયા પણ ના હતી તે આજે કરોડોમાં થઇ ગઈ છે. પૂર્વજો દ્વારા કરવામાં આવેલા કુતરા માટેની આ જમીન વેચવામાં નથી આવતી પરંતુ ગ્રામજનો દ્વારા આ જમીનની લેવડદેવડ કરવામાં આવે છે. ખેતી યોગ્ય જે જમીન હોય તેની કૃષિની આવકમાંથી અને બિલ્ડીંગ અને દુકાનની સંપત્તિ ભાડે આપીને જે આવક કરવામાં આવે છે તેને દુકાનમાં જ ખર્ચ કરવામાં આવે છે.

Image Source

આ ટ્રસ્ટના અધ્યક્ષ છગનભાઇ પટેલે કહ્યું હતું કે, કુતરા માટે અલગ સંપત્તિ રાખવી એ બહુ જૂની પરંપરા છે. આ પરંપરાની શરૂઆત આમિર ઘરોથી થઇ હતી, જે જમીનને સંભાળવા માટે તકલીફ થતી હતી તે જમીનને દાનમાં આપી દેતા હતા. તે સમયે જમીનની કિંમત વધારે ના હતી. ઘણી વાર તો જમીન એટલા માટે દાનમાં આપી દેતા હતા કારણકે તે ટેક્સ ભરી શકતા ના હતા. આ દાન તેની જવાબદારી વહેંચતું હતું.

Image Source

આ જમીનમાટેરની પ્રક્રિયા 70થી 80 વર્ષ પહેલા પટેલ ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. લગભગ 70 વર્ષ પહેલા બધી જમીન ટ્રસ્ટ પાસે આવી ગઈ હતી. વધુમાં કહયું હતું કે, જમીનનો કોઈ જમીન પાછી લેવા નથી આવ્યો. જાનવરો અને સામાજિક કાર્યના દાનમાં આપેલી જમીન પાછી લેવીએ ગામમાં ખરાબ માનવામાં આવે છે. આ ટ્રસ્ટ ફક્ત કુતરાઓ માટે નથી પરંતુ બધા જાનવરોના કલ્યાણ માટે કરે છે. તટ્રસ્ટને દર વર્ષે પક્ષીઓ માટે 500 કિલો દાણા મળે છે.

Image Source

આ સંદેશ આજના લોકોમાં શીખ છે જે આજના યુગમાં એક ભાઈ જમીનના નાના ટુકડા માટે દુશ્મન બની જાય છે. તો પાંચોટ ગામમાં લોકો આજે પણ કુતરા માટે જમીન આપે છે તે સરાહનીય છે.