ખબર

COVID-19 પર આવ્યા સારા સમાચાર!, સ્વાસ્થ્ય મંત્રાલયે ખુદ આપ્યું આ નિવેદન

દેશભરમાં સખ્ત નિયમ હોવા છતાં કોરોનાથી સંક્રમિત લોકોનો આંકડો લગાતાર વધી રહ્યો છે. સોમવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે પોતાના નિવેદનમાં એક સારા સમાચારનો સંકેત આપ્યો છે. મંત્રાલયે કહ્યું કે ભારતના અત્યાર 15 લાખ લોકો કોરોના સામેની લડાઇમાં જીત મેળવીને સાજા થયા છે. ટૂંક સમયમાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવશે.

Image source

મંત્રાલયે કહ્યું કે હજી પણ ઘણાં રાજ્યો એવા છે જેમાં કોરોનાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વધુ માહિતી આપતાં તેમણે વધુમાં કહ્યું કે આ સંક્ર્મણ હજી પણ 10 રાજ્યોમાં કેન્દ્રિત છે જે નવા કેસોમાં 80 ટકાથી વધુ ફાળો આપે છે. જો સરળ શબ્દોમાં કહીએ તો, કોરોનાના મોટાભાગના કેસો આ રાજ્યોમાંથી આવે છે, જેને ટૂંક સમયમાં નિયંત્રિત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

જણાવી દઈએ કે, દેશમાં કુલ કોરોના કેસ 21 લાખથી વધુ હોય જેમાં 15 લાખથી વધુ લોકો સારવાર બાદ સાજા થયા છે. જ્યારે 43 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ભારત સરકારના તમામ પ્રયત્નો પછી પણ કોરોના ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. માત્ર રવિવારે મહારાષ્ટ્રમાં કોવિડ -19 ના નવા 12,248 નવા કેસ આવ્યા, રાજ્યમાં આ જીવલેણ વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 5,15,332 થઈ ગઈ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.