ખબર

બદલો લેવા માટે સહકર્મીને કરી લીધી તસતસતું ચુંબન, બાદમાં જણાવ્યું કે, કોરોના પોઝિટિવ છું પછી જે થયું તે

પહેલાં ઓફિસ કર્મચારીને Kiss કરી લીધી પછી જે થયું એ જોઈને બધાના હોંશ ઉડી ગયા

પાકિસ્તાનમાં કરાચીમાં બદલો લેવાનો એક અજીબો-ગરીબ મામલો સામે આવ્યો છે. અહીં એક અધિકારીએ બીજા અધિકારી સાથે બદલો લેવા માટે કિસ કરી હતી. કિસ કરવાનું કારણ જાણીને અધિકારીએ કિસ કરનાર અધિકારી સામે કાનૂની કાર્યવાહી કરવાનો ફેંસલો લીધો છે.

Image source

મકામી મીડિયાના જણાવ્યા અનુસાર, કરાચી મેટ્રોપોલિટિન કોર્પોરેશનમાં એક અધિકારીએ બીજા અધિકારીને શબક શીખવાડવા માટે પહેલા તેને કિસ કરી પછી જણાવ્યું કે તે કોરોના પોઝિટિવ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વ્યક્તિ કોરોના પોઝિટિવ હોવા છતાં પણ બીજા વ્યક્તિને મળ્યો હતો.

આ અધિકારીનું કહેવું છે કે, તેને ઘણા મહિનાથી સેલેરી મળી નથી. જેના કારણે તે ઘણો પરેશાન છે. જયારે પીડિત અધિકારીએ જણાવ્યું હતું કે, આ અધિકારીને ભ્રષ્ટાચારથી જોડાયેલા એક મામલાથી 5 ઓક્ટોબરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. આ વ્યક્તિએ ડાયરેક્ટર સિવાય ઘણા અધિકારી સાથે મુલાકાત કરી હતી. પરંતુ તેને ખબર પડી કે તે શખ્સ કોરોના પોઝિટિવ છે તો તેને ઓફિસ આવવાનું બંધ કરી દીધું હતું. ડાયરેક્ટરનું કહેવું છે કે, છેલ્લા ચાર મહિનાથી કોરોના પોઝિટિવ હતો તેથી વધુ ખતરો નથી પરંતુ તે સજા અપાવવા માંગે છે.

આરોપી કર્મચારી ડિરેક્ટર ઉપરાંત અનેક લોકોને મળ્યો હતો. જ્યારે આ લોકોને ખબર પડી કે આરોપી કોવિડ પોઝિટિવ છે, તો તેઓ ઓફિસમાંથી નીકળી ગયા હતા. જોકે, ડિરેક્ટર કહે છે કે તે ચેપથી ડરતો નથી. જણાવી દઈએ કે અત્યાર સુધી પાકિસ્તાનમાં કોરોના વાયરસના 4 લાખ 13 હજારથી વધુ કેસ નોંધાયા છે અને 8,303 લોકોનાં મોત નીપજ્યાં છે.