ખબર

કોરોનાએ ગુજરાતને લીધું હડફેટે: 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 998 કેસ અને મૃત્યુ તો બાપ રે બાપ- જાણો વિગતવાર

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોવિડ 19 નો ભારતમાં રાફડો ફાટ્યો છે. ભારતમાં કુલ 1131355 આસપાસ કેસો નોંધાયી ગયા છે. હવે ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોવિડ ના અત્યાર સુધીના સૌથી વધુ 998 કેસ નોંધાતા કુલ આંકડો 49,439 પર પહોંચ્યો છે. જ્યારે 777 દર્દીઓ સ્વસ્થ થતાં અત્યાર સુધીમાં કુલ 35,658 દર્દીઓએ મહામારીને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાએ છેલ્લા 24 કલાકમાં કોરોનાએ 20 દર્દીનો ભોગ લીધો છે. જેથી અત્યાર સુધીમાં રાજ્યમાં 2,167 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

ગુજરાતમાં સુરતમાં આ મહામારીનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અમદાવાદ પછી સૌથી વધુ સુરતમાં કેસ નોંધાઇ રહ્યા છે. આજે સુરતમાં 284 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં સુરત કોર્પોરેશનમાં 209 અને સુરત જિલ્લામાં 75 કેસ નોંધાયા છે. આ સાથે સુરતમાં ટોટલ આંકડો 9,978 પર પહોંચ્યો છે. સુરતમાં આજે 266 દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી કુલ સ્વસ્થ થયેલા દર્દીનો આંકડો 6,890 પર પહોંચ્યો છે. તો આજે સુરતમાં 10 દર્દીઓના મોત થયા છે. આ સાથે સુરતમાં અત્યાર સુધીમાં કુલ 271 દર્દીના મૃત્યુ થયા છે. સુરતમાં અત્યારે 2816 એક્ટિવ કેસ છે.

ન્યુ કેસોની વાત કરીએ તો સુરત 209 અને અમદાવાદ 178, ગાંધીનગરમાં 20, મહેસાણા-26 અને બનાસકાંઠામાં 13 કેસ નોંધાયા છે અને વડોદરામાં 78 સહિત રાજકોટમાં 56, ભરૂચ 22, ખેડામાં 13, કચ્છ 16, તાપી 16, પંચમહાલ 15, પાટણ 17, અમરેલી 13, જૂનાગઢ 13, નવસારી 10, બોટાદ 9, જામનગર 9, નર્મદા 7, આણંદ- સાબરકાંઠા 6, અરવલ્લી 5, દેવભૂમિ દ્વારકા 3, ભાવનગરમાં 42 કેસો મળ્યા છે.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.