ખબર

બે કાકાની દીકરીઓએ જ એકબીજા સાથે કર્યા લગ્ન, કહ્યું લેસ્બિયન કહેવામાં કોઈ વાંધો નથી અને પછી જે થયું એ..

દુનિયાભરની અંદર સમલૈંગિક સંબંધોના ઘણા કિસ્સાઓ સામે આવે છે. આપણા દેશમાં પણ હવે એક કાયદા દ્વારા આવા સંબંધોને મંજૂરી મળી હોવા છતાં પણ હજુ આપણો સમાજ આવા સંબંધોને સ્વીકારવામાં ક્યાંકને ક્યાંક પાછો પડતો જોવા મળે છે, તે છતાં પણ સમલૈંગિક લોકો પોતાના સંબંધોનો રસ્તો પોતાની રીતે શોધી જ લેતા હોય છે.

આવો જ એક કિસ્સો જોવા મળ્યો છે ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ 160 કિલોમીટર દૂર કોડરમા જિલ્લામાં. જ્યાં બે કાકાની દીકરીઓએ જ એકબીજા સાથે લગ્ન કરી લીધા છે. તે બંને બહેનો એક બીજાને છેલ્લા 5 વર્ષથી પ્રેમ કરતી હતી. ગયા મહિને જ આ બંને બહેનોએ લગ્ન કરી લીધા હતા.

Image Source

આ બંને બહેનો હવે લગ્ન બાદ બીજા કોઈ શહેરમાં રહેવા માંગે છે. તે મૂળ ઝુમરી તલૈયાની રહેવાસી છે. જેના કારણે તે મુશ્કેલીઓથી બચી શકે. એક યુવતીનું ઉંમર 24 વર્ષની છે તો બીજી યુવતીની ઉંમર 20 વર્ષની છે. આ બંને યુવતીઓ ભણેલી પણ છે જેમાં એક ગ્રેજ્યુએટ છે તો બીજીએ ઇન્ટર સુધીનો અભ્યાસ કર્યો છે.

Image Source

હાલમાં આ બંને બહેનો પરિવાર અને સમાજના ડરથી પોતાની ઓળખ છુપાવીને રહે છે. આ લેસ્બિયન કપલનું કહેવું છે કે “હવે અમે બંને જ એકબીજાનો સહારો છીએ અને એક બીજા સાથે છેલ્લા શ્વાસ સુધી રહેવાના છીએ.” તેમનું કહેવું એમ પણ છે કે “મુશ્કેલીઓ ગમે તેટલી આવે, તે હંમેશા સાથે રહેશે”

આ બંને બહેનોએ જણાવ્યું કે તેમને 8 નવેમ્બરના રોજ સ્થાનિક શિવ મંદિરમાં જઈને લગ્ન કરી લીધા છે. આ બંનેએ ન્યુયોર્કના અંજલિ ચક્રવર્તી અને સૂફી સન્ડલ્સ લેસ્બિયન કપલથી પ્રભાવિત થઈને પોતાના પ્રેમને છેલ્લા મુકામ સુધી પહોંચવાનું નક્કી કર્યું છે.