ખબર

માતા-પિતાએ દીકરાનું એવું રાખ્યું નામ કે હવે 60 વર્ષ પીઝા મફતમાં ખાવા મળશે

પીઝા નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય, પીઝા ખાવાનું દરેકને પસંદ હોય છે, અને તેમાં પણ સારી સારી બ્રાન્ડના પીઝા ખાવા તો જાણે મન ગમતું મળી જવું, પરંતુ બ્રાન્ડમાં પિઝાના ભાવ પણ એવા હોય છે કે આપણે કોઈક જ વાર જઈ અને પીઝા ખાઈ શકીએ. પરંતુ કોઈ પીઝા બ્રાન્ડ તમને 1-2 દિવસ, મહિના કે વર્ષ નહીં પરંતુ 60 વર્ષ સુધી પીઝા મફતમાં ખવડાવે તો ? માન્યામાં નથી આવતું ને ? પરંતુ આ સાચું છે.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

ઓસ્ટ્રેલિયાની અંદર ડોમિનોઝ પીઝા દ્વારા એક પ્રતિયોગિતા રાખવામાં આવી હતી, આ પ્રતિયોગિતા એવી હતી કે ઓસ્ટ્રલિયામાં જો કોઈ બાળકનો જન્મ 9 ડિસેમ્બર 2020ના રોજ થાય છે અને તેના પેરેન્ટ્સ તેનું નામ Dominic અથવા તો Dominique રાખે છે તો આવતા 6 દાયકા સુધી એટલે કે 60 વર્ષ (2080) સુધી ફ્રીમાં ડોમીનોઝના પીઝા ખાવા મળી શકે છે.

Image Source (પ્રતીકાત્મક તસ્વીર)

આ પ્રતિયોગિતાને સિડનીના એક કપલે જીતી લીધી. જેનું નામ કેલમેન્ટાઈન ઓલ્ડફિલ્ડ અને એંથોની લૂત છે. તેમને તો પ્રતિયોગિતાની જાણ પણ નહોતી. તેમને તો પહેલાથી જ પોતાના બાળકનું નામ Dominic રાખ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Domino’s Australia (@dominos_au)

પરંતુ જયારે સંબંધીઓએ તેમને આ પ્રતિયોગિતા વિશે જણાવ્યું તો તે આ સ્પર્ધાનો ભાગ બની ગયા અને 9 ડિસેમ્બરના રોજ તે સમગ્ર ઓસ્ટ્રેલિયામાં એકમાત્ર પેરેન્ટ્સ બની ગયા જેમને પોતાના બાળકનું નામ કંપનીના જણાવેલ નામ પ્રમાણે રાખ્યું.

 

View this post on Instagram

 

A post shared by Domino’s Australia (@dominos_au)

હવે ડોમિનોઝ દ્વારા નક્કી કરેલી શરત પ્રમાણે 60 વર્ષો સુધી એટલે કે 2080 સુધી તેમને દર મહિને 14 ડોલરનો પિઝા ખાવા મફત મળશે.