ખબર

જન્મ જન્મના પ્રેમીપંખીડાંના હનીમૂનમાં એવું તો શું કર્યું કે, 10 વર્ષની જેલની થઇ

સાવધાન: જો તમે પણ વિદેશમાં હનીમૂનનું વિચારતા હોવ તો જલ્દી વાંચો, બાકી જેલ ભંગ થશો

મુંબઈના એક કપલે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે, હનીમૂન પર જવું તેના માટે એક ખરાબ સપના સમાન હશે. મફતના હનિમૂનની લાલચમાં ભારતથી કતર ગયેલા કપલને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.

Image source

આ કપલ કતર પહોંચતા જ તેને ડ્રગ્સની હેરા-ફેરી મામલે ધરપકડ કરી લેવામાં આવી છે. આ કપલ છેલ્લા 1 વર્ષથી જેલમાં છે. આ કપલને ફસાવનાર બીજું કોઈ નહીં પરંતુ તેની કાકી છે. આ કપલ 6 જુલાઈ 2019ના રોજ એરપોર્ટ પર ઉતરતા જ બંનેની ધરપકડ કરી હતી. કાકીએ તેના સામાનમાં 4 કિલો નશીલો પદાર્થ મૂકી દીધો હતો. હવે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની તપાસમાં સત્ય સામે આવ્યું છે. એનસીબી બંનેને છોડવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. એનસીબીના ડાયરેક્ટર કેપીએસનું મલ્હોત્રાનું કહેવું છે કે, 6 જુલાઓના રોજ નિર્દોષ કલ્પ શરીક અને ઓંનીબાને દોહાના હમાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવામાં આવી છે.

Image source

પોલીસ દ્વારા 4.1 કિલો હસીસ જપ્ત કરવામાં આવ્યું હતું. આ બંનેનો કેસ કોર્ટમાં ચાલ્યો હતો જ્યાં તેને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તો બીજી તરફ દીકરીનો જન્મ પણ જેલમાં થયો હતો. ઓનિબાના પિતાને વિશ્વાસ હતો કે તેની દીકરી અને જમાઈ નિર્દોષ છે. એથી ગત વર્ષ 27 ડિસેમ્બરના રોજ એનસીબીના સિનિયર ઓફિસર સાથે મુલાકાત થઇ હતી અને સંગત ઘટના અને માહિતગાર કર્યા હતા. પિતાએ જણાવ્યું હતું કે કતારમાં જપ્ત કરવામાં આવેલ ડ્રગ્સમાં ઓનીબા  અને શરીકની કાકી તબસ્સુમ રિયાઝ કુરેશી અને તેના સાથી નિઝામ કારાનો હાથ છે. આ દંપતીને નિર્દોષ જાહેર કરવા અંગે પિતાએ એનસીબીના અધિકારીઓને કેટલાક દસ્તાવેજો આપ્યા હતા. એક ઓડિયો કલીપ પણ આપી હતી.

Image source

આ બાદ એનસીબીએ તબસ્સુમ અને નિઝામ વિરુદ્ધ પગલાં ભર્યા હતા. એનસીબીએ ચંદીગઢમાંથી દોઢ કિલો ચરસમાંથી 5 લોકોની ધરપકડ કરી જેમાં તબસ્સુમ અને નિઝામ પણ શામેલ હતા. આ વચ્ચે શરિકના પરિવારજનોને કતરની એજન્સી તરફથી તેના મોબાઈલ ફોન મળ્યા હતા જેમાં બંને બેગુનાહિ હોવાનું રેકોર્ડિંગ સામે આવ્યું હતું.

Image source

આ તમામ આરોપીઓએ કબૂલાત પણ આપી હતી કે તે બધા નિઝામ કારા સિન્ડિકેટ સાથે સંકળાયેલા છે. જ્યારે નિબામ કારાના કહેવાથી તબસ્સમે કપટથી તેના સંબંધી ઓનિબાની બેગમાં ડ્રગ્સ મૂક્યું હોવાનું સાબિત થયું છે ત્યારે, એનસીબીએ નિર્દોષ ઓનીબા અને તેના પતિ શારિકને ભારત પાછા લાવવાના પ્રયત્નો હાથ ધર્યા છે..