દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

જન્મતા વેંત જ માતા ગુમાવી, જજ પત્નીએ સ્તનપાન કરાવીને બાળકીને લીધી દત્તક- વાંચો આજની સ્પેશિયલ સ્ટોરી

પ્રધાનમંત્રીજી નરેન્દ્ર મોદીજી ના ‘બેટી બચાઓ-બેટી પઢાઓ’ અભિયાનને ગુજરાતના જિલ્લા વિકાસ અધિકારી અને તેની ન્યાયાધીશ પત્નીએ સાકાર કરીને દુનિયાની સામે એક અનોખી મિસાલ કાયમ કરી છે.વાત કંઈક એવી છે કે એક માં પોતાની બાળકીને જન્મ આપ્યા પછી મૃત્યુ પામી હતી.દૂધ ન મળવા પર બાળકી 14 કલાક સુધી ભૂખી તડપતી રહી હતી.એવામાં આણંદના જિલ્લા વિકાસ અધિકારી અમિત પ્રકાશની સીજેએમ પત્ની ચિત્રાને જેવી જ આ વાતની જાણ થઇ જે તતરજ હોસ્પિટલ પહોંચી અને બાળકીને પહેલા તો સ્તનપાન કરાવ્યું અને પછી પરિવારને મળીને બાળકીને દત્તક પણ લઇ લીધી અને બંન્ને પતિ-પત્નીને આ નવજાન બાળકીના ઉજ્વળ ભવિષ્યની જવાબદારી લેવાનો પણ નિર્ણય લઈ લીધો.

Image Source

આનંદની પાસે સ્થિત વાસદ ગામના આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલમાં એક મહિલાએ પોતાની ત્રીજી દીકરીને જન્મ આપીને છેલ્લા શ્વાસ લીધા હતા, માં પોતાની નવજાત દીકરીને સ્તનપાન પણ કરાવી શકી ન હતી. માતાની મૃત્યુ પછી પિતા પણ ખુબ જ દુઃખી થઇ ગયા હતા.તેને એ વાતની ચિંતા હતી કે બે દીકરીઓ તો પહેલાથી જ છે અને હવે ત્રીજી દીકરીનું પાલન-પોષણ કેવી રીતે થશે? તે પોતાની નવજાત દીકરીના ભવિષ્ય માટે ચિંતા કરવા લાગ્યા હતા.

Image Source

આણંદના જિલ્લા વિકાસ અધિકારી અમિત પ્રકાશ યાદવને ડિલિવરીના સમયે કોઈ પણ મહિલાની મૃત્યુ થઇ જવા પર સીએચસી અને પીએચસીની મુલાકાત લેવાની હોય છે. એવામાં તેને ખબર મળી કે એક બાળકીના જન્મ પછી તેની માં ની હાલત ખુબ જ ખરાબ છે અને તેને વડોદરાના એસએસજી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની જરૂર છે, પણ પોતાની ત્રીજી દીકરીના જન્મ પછી મહિલાની વડોદરા પહોંચતા પહેલા જ મૃત્યુ થઇ ગઈ.

અમિત પ્રકાશે પુરી ઘટનાની જાંચ કરી અને નવજાત બાળકીને જોતા જ તેનું હૃદય દ્રવી ઉઠ્યું,અને આ પુરી ઘટનાની જાણ અમિત પ્રકાશે પોતાની પત્ની ચિત્રાને આપી. અમિત પ્રકાશને જાણ થઇ કે નવજાત બાળકીએ આગળના 14 કલાકથી કઈ ખાધું નથી, એવામાં આ વાતની જાણ થતા પત્ની ચિત્રા તરતજ હોસ્પિટલ પહોંચી અને સૌથી પહેલા નવજાત બાળકીને સ્તનપાન કરાવડાવ્યું.

Image Source

અમિત પ્રકાશે કહ્યું કે,”અમે દીકરીના પિતા અને તેના પરિવાર સાથે વાત કરી અને એકબીજાની મંજુરીથી અમે બાળકીને દત્તક લેવાનો નિર્ણય લીધો છે.દત્તક લેવાની પ્રક્રિયા શુક્રવારે પુરી થઇ છે’. સૌથી ખાસ વાત એ છે કે અમિત અને ચિત્રાનો દોઢ વર્ષનો દીકરો પણ છે.

Image Source

અમિત આગળ કહે છે કે,”હવે મારો પરિવાર પૂરો થઇ ગયો છે.આ સમયે અમારું પૂરું ધ્યાન બાળકી અને તેના સ્વાસ્થ્ય પર છે જેમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો છે”.જણાવી દઈએ કે અમિત પ્રકાશ વર્ષ 2013 બૈચના આઈએએસ અધિકારી છે.બાળકીનો જન્મ મહી નદીના કિનારે સ્થિત વાસદ ગામની હોસ્પિટલમાં થયો હતો, જેને લીધે બાળકીનું નામ તેઓએ ‘માહી’ રાખી દીધું.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks