ખબર

સાવ લાખથી વધુ કોવિડ 19 કેસ છતાં ભારત માટે છે આ રાહત, એટલે જ તો મોદી સરકારના થાય છે વખાણ

મંગળવારે દેશમાં કોરોના વાયરસના આશરે પાંચ હજાર કેસ નોંધાયા હતા, જેમાંના મોટાભાગના એવા લોકો છે કે જેઓ વિદેશ કે અન્ય રાજ્યોથી પરત ફર્યા છે. જેની સાથે જ દેશમાં કોવિડ-19ના કેસોની સંખ્યા 125,149ને પાર કરી ગઈ. ત્યારે અધિકારીઓએ જણાવ્યું કે ભારતમાં આ વાયરસને કારણે મૃત્યુ દર અન્ય દેશોની તુલનામાં ખૂબ ઓછો છે, જ્યારે સંક્રમણના કેસો એક લાખ સુધી પહોંચવામાં ઘણો વધુ સમય લાગ્યો છે.

મંગળવારે સવારે કેન્દ્રીય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે કોરોના વાયરસને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 3,163 પર પહોંચી અને સંક્રમણના કુલ કેસ 1,01,139 થઇ ગયા, જેમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના નવા આવેલા પાંચ હજાર જેટલા કેસ અને મૃત્યુના 143 કેસનો વધારો થયો.

Image Source

જો કે પીટીઆઈ દ્વારા વિવિધ રાજ્યોના ડેટાના મુજબ સંક્રમણના પુષ્ટિ થયેલા કેસોની સંખ્યા મંગળવાર રાતે 9 વાગ્યા સુધીમાં 1,05,498 પર પહોંચી હતી અને ઓછામાં ઓછા 41,747 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. જયારે દેશમાં હવે 60,600થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં દર લાખ વસ્તીમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા 7.1 છે, જ્યારે વૈશ્વિક આંકડો એક લાખની વસ્તીમાં 60 કેસનો છે. તેમણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને ટાંકતા કહ્યું કે સોમવાર સુધીમાં વિશ્વમાં કોરોના વાયરસના 45,25,497 કેસ સામે આવ્યા છે, એટલે કે સંક્રમણનો દર એક લાખ વસ્તીમાં 60 લોકો છે. મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં એક લાખ વસ્તીમાં કોવિડ-19 થી મૃત્યુના આશરે 0.2 કેસ સામે આવ્યા છે જ્યારે વિશ્વનો આંકડો 4.1 મૃત્યુ પ્રતિ લાખનો છે.

મંત્રાલયે કહ્યું કે જે દેશોમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં અમેરિકામાં 87180 લોકો મૃત્યુ પામ્યા છે, જે પ્રતિ લાખ વસ્તીમાં આ દર 26.6 છે. બ્રિટનમાં, 34,636 લોકો મૃત્યુ પામ્યા છે અને સંક્રમણથી મૃત્યુ દર એક લાખમાં આશરે 52.1 લોકો છે. ઇટાલીમાં, 31,908 લોકોના મૃત્યુ સાથે દર લગભગ 52.8 મૃત્યુ પ્રતિ લાખ, ફ્રાન્સમાં મૃત્યુના કુલ 28,059 કેસ સાથે 41.9 મૃત્યુ પ્રતિ લાખ, અને સ્પેનમાં 27,650 લોકોના મૃત્યુ સાથે આ દર લગભગ 59.2 પ્રતિ લાખ છે.

Image Source

અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે ભારતમાં સંક્રમણના કેસો 64 દિવસમાં 100 થી 100,000 સુધી પહોંચ્યા છે, જે અમેરિકા અને સ્પેન જેવા દેશોની સરખામણીમાં બમણાથી વધુ સમય છે. સ્વાસ્થ્ય મંત્રાલય અને વર્લ્ડ મીટરના ડેટા અનુસાર, અમેરિકામાં કોરોના વાયરસના કેસોને 100 થી 100,000 સુધી પહોંચવામાં 25 દિવસનો સમય લાગ્યો, જ્યારે સ્પેનમાં 30 દિવસ, જર્મનીમાં 35 દિવસ, ઇટાલીમાં 36 દિવસ, ફ્રાંસને 39 દિવસ અને બ્રિટનમાં 100થી એક લાખ સુધી પહોંચવામાં 42 દિવસ થયા.

મંત્રાલયે કહ્યું કે સોમવારે દેશમાં કોવિડ-19 માટે રેકોર્ડ 1,08,233 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું. અત્યાર સુધીમાં કુલ 24,25,742 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડેટાને ટાંકીને મંત્રાલયે કહ્યું કે મંગળવાર સુધીમાં વિશ્વભરમાં કોવિડ-19 ના મૃત્યુના 3,11,847 કેસ નોંધાયા છે, જે દર વસ્તી દીઠ આશરે 4.1 મૃત્યુ પ્રતિ લાખ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.