ભારતમાં પણ પ્રવેશ્યો કોરોના વાયરસ, જાણો તેના લક્ષણો અને આ વાયરસથી બચવાના ઉપાયો, ખુબ જ મહત્વની માહિતી

0

કોરાના વાયરસથી સમગ્ર દુનિયા એક અલગ જ ડરમાં છે. આ વાયરસ ચીનમાં ઉત્પન્ન થયો પરંતુ ચીનમાંથી બીજા દેશમાં પ્રવાસ કરનારા લોકો આ વાયરસને પોતાના શરીરની અંદર લઈ જઈને એ દેશમાં પણ ફેલાવી રહ્યા હોવાનો ખતરો આજે વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે.

Image Source

આપણા ભારતમાં પણ જયપુરનો એક વિદ્યાર્થી ચીનથી પાછો આવતા તેને પણ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. અત્યાર સુધી વિશ્વભરમાં આ વાયરસથી કુલ 80થી વધુ લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે ત્યારે આ વાયરસના કેટલાક લક્ષણો અને તેના બચાવ વિશે જાણવું ખુબ જ જરૂરી આજે થઇ ગયું છે.

Image Source

ચાલો જાણીએ કોરોના વાયરસના લક્ષણો અને તેના બચાવ વિશે…

Image Source

કોરોના વાયરસ છે શું?
કોરોના વાયરસ વિશે જાણતા પહેલા આપણે એ વાત પણ જાણવી જોઈએ કે આ વાયરસ છે શું? આ વાયરસ પ્રાણીઓમાંથી ઉત્પન્ન થાય છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન પ્રમાણે આ કોરોના વાયરસ પ્રાણીઓથી મનુષ્યોમાં પ્રવેશી જાય છે, હવે એક નવો ચીની કોરોનો વાયરસ જેને ચીનમાં ઘણા જ લોકોને સંક્રમિત કર્યો છે તે વાત સામે આવી છે. હોંગકોંગ વિશ્વવિદ્યાલયમાં સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ વાયરોલોજિસ્ટ લિયા પુન જેમને આ વાયરસને સૌ પ્રથમ ડિકોર્ડ કર્યો હતો, તેમને લાગ્યું કે આ વાયરસ પહેલા પ્રાણીઓમાં ઉત્પન્ન થયો અને તે માણસો માં પણ ફેલાતો ગયો.

Image Source

કોરાના વાયરસના લક્ષણો:
આ વાયરસ લોકોને બીમાર કરી દે છે, સામાન્ય રીતે શ્વસનતંત્રની બીમારીઓ સાથે અથવા તો એક સામાન્ય શરદીની જેમ જોડાયેલો છે, કોરોના વાયરસના લક્ષણોમાં નાકમાંથી પાણી નીકળવું, ક્યારેક માથામાં દુખાવો થવો, અને ઘણીવાર તાવ પણ આવી જવા જેવા લક્ષણો દેખાય છે. જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે તે લોકો આ રોગના પ્રભાવમાં જલ્દી આવી શકે છે.

Image Source

કોરોના વાયરસથી બચવાના ઉપાયો:
આ વાયરસ સામે રક્ષણ મેળવવા માટેની હજુ સુધી કોઈ દવા નથી બની, MERS આ વાયરસ સામે રક્ષણ મેળવવાની વેક્સીન બનાવવનું પ્રશિક્ષણ કરી રહી છે.  આ વાયરસથી બચવા માટે તમારી આંખ, નાક અને મોઢાને સ્પર્શ કરવાથી બચવું જોઈએ તેમજ મોઢા ઉપર માસ્ક અથવા રૂમાલ રાખવો જોઈએ. તમારા હાથને 20 સેકેંડ સુધી બરાબર સાબુ અથવા હેન્ડવોશથી બરાબર સાફ કરવા જોઈએ. જો તમને સામાન્ય કોઈ બીમારી અથવા તો તાવ આવતો હોય ત્યારે તમે ભીડથી દૂર રહો અને શક્ય હોય તો ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળવું જોઈએ. જયારે તમને ખાંસી અથવા છીંક આવે ત્યારે મોઢાને ઢાંકેલું રાખો. એક સર્વેમાં એમ પણ સામે આવ્યું છે કે ગર્ભવતી મહિલાઓમાં આ વાયરસ ઝડપથી ફેલાઈ શકે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.