ફિલ્મી દુનિયા

આખરે સદીના શહેનશાહ અમિતાભના ઘર સુધી કેવી રીતે પહોંચ્યો કોરોના, થયો ચોંકાવનારો ખુલાસો

કોરોનાની ઝપેટે શહેનશાહ અમિતાભ બચ્ચનનો પરિવાર પણ ચડ્યો છે. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફેન્સ અને દર્શકોમાં ચિંતાની લાગણી છવાઈ ગઈ છે. આ વચ્ચે બચ્ચન પરિવારના ઘર સુધી કોરોના કેવી રીતે પહોંચ્યો તેને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan.ab) on

બચ્ચન પરિવાર સુધી કોરોના કેવી રીતે પહોંચ્યો એ એક ચર્ચાનો વિષય બન્યો હતો. બચ્ચનના જલસા બંગલાની આસપાસનો વિસ્તાર સંક્રમિત છે. તેથી એક સમયે લોકોને લાગી રહ્યું હતું કે, કોઈ સ્થાનિક લોકોથી ચેપ લાગ્યો હોય. પરંતુ હાલમાં જ એક ચોંકાવનારો ખુલાસો થયો છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan.ab) on

મીડિયા રિપોર્ટ અનુસાર, બીગબી છેલ્લા 10 દિવસથી એડ ફિલ્મ માટે ડબિંગ શરૂ કર્યું હતું. ડબિંગ માટે તે પોતાના બંગલા જલસામાં ગયા હતા. અતો બીજી તરફ માહિતી એવી પણ મળી રહી છે કે, અમિતાભ હાલમાં એક વિજ્ઞાપનના શૂટિંગ માટે અંધેરીના એક સ્ટૂડિયોમાં પણ ગયા હતા. ત્યારે કહી શકાય કે છેલ્લા 10 દિવસની સક્રિયતાના કારણે જ બીગ બીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, જે લોકો છેલ્લા 10 દિવસથી મારા સંપર્કમાં આવ્યા છે, તે તકેદારી માટે પોતાનો કોરોના ટેસ્ટ કરાવે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan.ab) on

તો બીજી તરફ અભિષેક બચ્ચન પોતાની હાલની વેબસિરીઝ ‘બ્રેથ: ઈન્ટૂ ધ શેડો’ના ડબિંગ માટે વર્સોવા સ્થિત એક સ્ટૂડિયોમાં વારંવાર જજતો હતો. સ્ટૂડિયોમાં ડબિંગ અથવા આવતા-જતા રસ્તામાં તેમને કોરોનનો ચેપ લાગી શક્યો હોય.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan.ab) on

જણાવી દઈએ કે, અભિષેકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ સ્ટુડિયોને સેનેટાઈઝ કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ બીગબીના ચારેય બંગલા સૅનેટાઇઝ કરી દીધા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.