ખબર

જાણીતા વૈજ્ઞાનિકે કર્યો દાવો, હજુ કોરોનાનો પહેલો તબક્કો છે-અસલી તબાહી તો હજુ બાકી…

વિશ્વ આરોગ્ય સંગઠનથી જોડાયેલા દુનિયાના જાણીતા સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડેવીડ નાબ્રરોએકહ્યું છે કે, કોરોના મહામારીની હજુ શરૂઆત જ છે. ડેવિડના જણાવ્યા મુજબ તેનો બીજી તબક્કો આવવાની આશંકા ટળી નથી. કોરોના વધુ ખતરનાક સ્થિતિ પેદા કરી શકે છે.

Image source

ટેલીગ્રાફમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર, સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડેવિડ નાબ્રરોએ આ જાણકારી બ્રિટનની સંસદની હાઉસ ઓફ કોમન્સ ફોરેન અફેયર્સ જણાવી છે. તેને કમિટીને જણાવ્યું હતું કે, હાલમાં કોરોના મહામારીથી ચિંતા મુક્તિથી મોટુ નુકશાન થઈ શકે છે. હાલનો સમય રાહતનો શ્વાસ લેવાનો નથી પરંતુ ભવિષ્યમાં આવનારી મોટી તબાહી માટે તૈયાર રહેવાનો છે.

Image source

જણાવી દઈએ કે, ડેવિડે વિશ્વ આરોગ્ય સંગઠનના વિશેષ પ્રતિનિધિ છે. બ્રિટનના ઇમ્પીયરલ કોલેજ લંડન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્લોબલ હેલ્થ ઇનોવેશનના કો-ડાયરેક્ટર પણ છે. ડેવિડે ખાસ યુરોપને લઈને કહ્યું હતું કે કોરોનાનો બીજો તબક્કો હજુ બાકી છે.

Image source

ડેવિડે બ્રિટનના સાંસદોને જણાવ્યું હતું કે, કોરોના વાયરસ બેકાબુ થયો હોય થી હવે વૈશ્વિક ઈકોનોમિમાં માત્ર મંદી નહીં પરંતુ તેનાથી પણ વધારે ખરાબ પરિસ્થિતિનો ખતરો છે.
આ પહેલા WHOના પ્રમુખ ડો.ટેડ્રૉસ એડિનોમા ગ્રેબિયેસસએ કહ્યું હતું કે, ઘણા દેશો કોરોના મામલે ખોટી દિશામાં જઈ રહ્યા છે. કોરોનાના કેસો દિવસે-દિવસે વધતા જાય છે. જેનાથી સાબિત થાય છે કે, જે ઉપાયની વાત કરવામાં આવે છે તેનું પાલન નથી થતું.

Image source

વિશ્વ આરોગ્ય સંગઠને કહ્યું હતું કે જો નક્કર ઉપાય કરવામાં નહી  આવે તો કોરોના જેવી મહામારીનો ખૌફ વધશે. તો વધુમાં કહ્યું હતું કે, બાળકો પર કોરોનાની ખતરનાક અસર સૌથી વધુ છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.