ખબર

હવે આફ્રિકી મૂળના આ વાયરસથી હાહાકાર, જાણો સમગ્ર વિગત

કોરોના વાયરસનો પ્રકોપ હજી ખતમ નથી થયો, એવામાં અમુક દિવસો પહેલા આજ બ્રિટેનમાં કોરોનાના નવા સ્ટ્રેન જોવા મળ્યા હતા. જેને લીધે બ્રિટેનના લોકોમાં હાહાકાર મચી ગયો હતો. એવામાં વાયરસના અન્ય નવા રૂપના બે કેસ બ્રિટેનમાં જોવા મળ્યા છે.(અહીં લીધેલી તમામ તસ્વીરો પ્રતીકાત્મક છે).

Image Source

બ્રિટેનના સ્વાસ્થય મંત્રીએ આગળના બુધવારે જણાવ્યું હતું કે અહીં બે લોકોમાં નવો સંક્રમિત વાયરસ મળી આવ્યો છે અને તેઓ બંન્ને દક્ષિણ આફ્રિકાથી આવેલા છે. દક્ષિણ આફ્રિકાના વાયરસનો આ નવો રૂપ સામે આવ્યા પછી મહામારીનો બીજો પડાવ અને તે મોટા સ્તર સુધી ફેલાવાની પણ શંકા જણાવવામાં આવી છે.

Image Source

મળેલી જાણકારીના આધારે આ નવો વાયરસ આગળના વાયસરના સ્વરૂપ કરતા પણ વધારે ખતરનાક અને ઘાતક હોઈ શકે તમે છે. એવામાં બ્રિટેન સરકારે દક્ષિણ આફ્રિકાથી આવતી ફ્લાઇટો પર તાત્કાલિક રોક લગાવી દીધી છે અને આગળના 15 દિવસોમાં ત્યાંથી આવેલા દરેક લોકોનો ટેસ્ટ કરીને ક્વૉરૅન્ટિન કરવામાં આવ્યા છે.

Image Source

વૈજ્ઞાનિકોની જાંચના આધારે દક્ષિણ આફ્રિકાનું આ કોરોનાનું નવું સ્વરૂપ, બ્રિટિશમાં મળેલા આગળના કોરોનાના સ્વરૂપ કરતા વધારે ખતરનાક છે અને તે વધારે ઝડપથી પણ ફેલાઈ શકે છે. જેને લીધે દક્ષિણ આફ્રિકાનો નવો વાયરસ બ્રિટેન માટે ચિંતાનો વિષય બની ગયો છે અને લોકોમાં હડકંપ મચી ગયો છે.

Image Source

દક્ષિણ આફ્રિકાના સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વીટર પર જાણકારી આપી હતી કે આ નવા વેરિએંટનું નામ 501.V2 છે. પહેલા આ વાયરસ માત્ર સમુદ્રી તટોની આસપાસના વિસ્તારોમાં જ મળી આવ્યો હતો, પણ હવે તે ધીમે ધીમે શહેર તરફ આવી ગયો છે. દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા એક નવા વેરિયેન્ટથી કો-મોરબીડિઝ વગરના યુવાનો પણ વધારે સંક્રમિત થઇ રહ્યા છે. બ્રિટેનની સાથે સાથે જર્મની, સ્વિટ્ઝરલેન્ડ, તુર્કી, ઇઝરાયલ, મોરેશિસએ પણ દક્ષિણ આફ્રિકાથી આવતી ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવી દીધો છે.