રસોઈ હેલ્થ

વજન ઘટાડવા માટે પીવો ધાણાનું પાણી, કસરત કે દવા વગર જ ઘટવા લાગશે વજન, વાંચો પાણી બનાવવાની સરળ રીત

સુક્કા ધાણા આપણે રસોડામાં હમેશા વાપરતા હોઈએ છીએ, ઘણા લોકોને તેના ઔષધીય ગુણો વિશે પણ ખબર હોય છે, પરંતુ ઘણા લોકોએ નથી જાણતા કે ધાણાનું પાણી પીવાના કારણે વજન પણ ફાટફાટ ઘટવા લાગે છે, સુક્કા ધાણાને જો કેટલાક મિશ્રણ સાથે બનાવી પીવામાં આવે તો તે વજન ઘટાડવા માટે ખુબ જ ફાયદાકારક છે, ચાલો તમને આજે આ પાણી બનાવવાની સાચી રીત જણાવીએ.

Image Source

ધાણાનું પાણી બનવવા માટેની સામગ્રી:

  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી મધ
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી સૂકા ધાણા
  • 1 ચમચી કાળામરી
  • 1 ચમચી મેથીદાણા
  • 1 કપ પાણી
Image Source

ધાણાનું પાણી બનવવા માટેની સામગ્રી:

  • એક કપ પાણીની અંદર જીરું, સૂકા ધાણા, કાળામરી, જીરું અને મેથી આગળના દિવસે રાત્ર્રે જ પલાળીને મૂકી દેવા.
  • સવારે આ જ પાણીની અંદર લીંબુનો રસ અને મધ ઉમેરી દેવું.
  • સવારે આજ પાણીને ખાલી પેટે પી લેવું
  • જો તમને અંદર રહેલી સામગ્રી ચાવીને ખાવાની ના ગમતી હોય તો તમે તેને ગળણીથી ગાળીને મસાલો દૂર કરીનેપણ પાણી એકલું જ પી શકો છો.
Image Source

તો આ રીતે તમે ધાણાનું પાણી બનાવી અને રોજ સવારે પીવાનું રાખશો તો તમારું વજન પણ ફટાફટ ઘટવા લાગશે, અને શરીર માટે પણ આ પીણું ખુબ જ લાભદાયક સાબિત થશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.