હેલ્થ

લગાતાર લેપટોપ પર કામ કરવાથી થાય છે આંખમાં બળતરા, આવી રીતે રાખો આંખને સ્વસ્થ

હાલ કોરોનાને કારણે છેલ્લા 21 દિવસથી દેશમાં લોકડાઉન છે. આ લોકડાઉન હજુ 3 મે સુધી ચાલશે. લોકડાઉન દરમિયાન લોકો વર્કફ્રોમ હોમ એટલે કે ઘરેથી જ કામ કરી રહ્યા છે. તો વિધાર્થી વર્ગ પણ લોકડાઉનના સમયમાં લેપટોપમાં જ સમય ગુજારે છે. લગાતાર લેપટોપમાં કરવાથી આંખ સંબંધિત ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જેનાથી આંખ પર બહુજ સ્ટ્રેટ અને દબાવ આવે છે, જે સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું નથુ ત્યારે આવો જાણીએ વર્ક ફ્રોમ હોમ અથવા કોઈ કામ માટે લેપટોપનો સહારો લેવા માટે આ ખાસ વાત ધ્યાન રાખવું જરૂરી છે.

Image source

વધુ સમય સુધી લેપટોપનો ઉપયોગ કરવાથી અને તેની સામે કલાકો સુધી બેસી રહેવાથી આંખમાં બળતરા અને ડ્રાય આંખરહે છે. એક્સપોર્ટ મુજબ,લેપટોપની સ્ક્રીનથી નીકળતા પ્રકાશ આંખો માટે હાનિકારક છે. રિપોર્ટ અનુસાર, ડ્રાય આંખ ફક્ત આપણા સ્વાસ્થ્ય પર જ અસર કરે છે એવું નથી પરંતુ ડેઇલી વર્ક પ્રોડક્ટીવીટીને પણ પ્રભાવિત કરે છે.

આંખ સુકાઈ જવી કે ડ્રાય આંખ સિડ્રોમ એટલે કે આંખમાં આંસુ ઓછા બને છે. અથવા આંસુની ગુણવતા સારી નથી હોતી. જેના કારણે આંખમાં સુકાઈ જાવ એવું લાગે છે, બળતરા અને જલન થાય છે, દરેક વખતે આંખ ખંજવાળવી પડે છે.

Image source

કામ દરમિયાન કલાકે 15થી 20 મિનિટનો બ્રેક લેવો જોઈએ. કોઈ જોવાની કોશિશ કરવી જોઈએ. લેપટો થી બ્રેક ટીવી જુઓ અથવા ફોન જુઓ. આ સમયમાં તમે સાંભળી શકો છો. અથવા કોઈ સાથે વાત કરી શકો છો.
જો તમારી આંખ લાલ અથવા આંખમાંથી પાણી નીકળતું હોયઅથવા ખંજવાળ આવતી હોય તો ડોક્ટરની સલાહ વગર કોઈ આંખ ડ્રોપનો ઉપયોગ ના કરો. જો તમે ચશ્મા પહેરો છો તો ચશ્માને સાફ રાખો. એક વાતનું ખાસ ધ્યાન ધ્યાન રાખો. ક્યારે પણ સુતા-સુતા લેપટોપમાં કામ ના કરો. ક્યારે પણ અંધારામાં લેપટોપમાં કામ ના કરવું જોઈએ.

Image source

ઘણી વાર આપણે લેપટોપમાં કામ કરતા-કરતા સુસ્તી લાગે છે. જેના કારણે ઘણીવાર સવારથી સાંજ સુધી ચા અને કોફી પીતા હોય છે. ચા-કોફીનું વધુ સેવન કરવાથી શરીરમાં ડીહાઇડ્રેશન અથવા શરીરમાં પાણીની કમી થઇ જાય છે. જેના કારણે લોહી ઘાટું થઇ જાય છે. પાણીની કમી થવાને કારણે માથાનો દુખાવો થાય છે. કામ દરમિયાન થોડા-થોડા અંતરે પાણી પીતું રહેવું જોઈએ.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.