ખબર

એક વૃદ્ધ ભૂલી ગયા તેના પુત્રનું નામ, પરંતુ ફક્ત યાદ છે અમિતાભ બચ્ચન

કૌન બનેગા કરોડપતિની સીઝન 11 લોકો વચ્ચે ઘણી લોકપ્રિય થઇ છે. કૌન બનેગા કરોડપતિની આ સીઝનમાં ઘણા દિલચસ્પ પ્ર્તીયોગીઓએ હિસ્સો લીધો છે. ત્યારે હાલમાં જ ઉત્તરપ્રદેશનો ભાવેશ ઝા હોટસીટ પર પહોંચ્યો હતો. ભાવેશે જણાવ્યું હતું કે, તેના પિતા અમિતાભ બચ્ચનના કેટલા મોટા ફેન છે.


ભાવેશે જણાવ્યું હતું કે, મારા પિતાને ડેનમેંશિયા નામની બીમારી છે. જેના કારણે તે પરિવારના લોકોને નથી ઓળખતા. તે કયારેક-કયારેક મને ઓળખી જાય છે. મારી પત્નીને તો બિલકુલ નથી ઓળખતા. પરંતુ જયારે કૌન બનેગા કરોડપતિ પર અમિતાભ બચ્ચન આવે છે અને નમસ્કાર કરે છે ત્યારે મારા પિતાજી રિએક્ટ કરે છે. મારા પિતા કહે છે કે, તારે અમિતાભને જરૂર મળવું જોઈએ.


ભાવેશ વધુમાં કહ્યું હતું કે,જયારે મારા પર કેબીસીનો કોલ આવ્યો હતો કે,ત્યારે મને લાગ્યું હતું કે, મારા પિતાની પાર્થના ફળી છે. હું આજે અહીં બેઠો છું તે મારા પિતાના આશીર્વાદ છે. આ પર અમિતાભે કહ્યું હતું કે, ‘હું ભાગ્યશાળી છું કે તેને મને તેની બીમારીમાં યાદ રાખ્યા.’


ડેમેન્શિયા માણસની યાદદાસ્ત પર અસર પાડે છે. આ બીમારીના કારણે લોકો બધી વસ્તુને જલ્દીથી ભૂલી જાય છે. આ સિવાય માનસિક રીતે પણ ઘણું નુકસાન પહોંચાડે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.