ખબર વાયરલ

તાઉ-તે વાવાઝોડાને કારણે સિંહોના ગુમ થયાના સમાચારો પર રાજ્ય સરકારના સચિવ રાજીવ ગુપ્તાએ શેર કર્યો સિંહોનો વીડિયો, જુઓ

હાલ સમગ્ર ગુજરાતમાં કોરોના માહામારીનો કહેર યથાવત છે અને અલગ અલગ જિલ્લાઓમાં તેમજ શહેરોમાં કેસ પણ જોવા મળી રહ્યા છે અને આ વચ્ચે ગુજરાતમાં એક આફત આવી હતી અને એ હતી સાયક્લોન તાઉ-તે… તેને કારણે ગુજરાતમાં ઘણુ નુકશાન થવા પામ્યુ છે. જો કે, આ વચ્ચે રાજ્ય સરકારના સચિવ રાજીવ ગુપ્તાએ 10 સિંહોનો વીડિયો શેર કર્યો છે.

ગુજરાત પર વાવાઝોડાને કારણે સિંહોના ગુમ થયાના સમાચારો વહેતા થયા હતા અને આ ચર્ચાએ જોર પકડ્યુ હતુ, જો કે આ વાતને નકારી કાઢવામાં આવી છે અને વનવિભાગે આ અંગે સ્પષ્ટતા પણ કરી છે.જુનાગઢના વન સંરક્ષક વસાવડાએ કહ્યુ કે, કોઇ પણ સિંહ ગુમ થયા નથી અને તેઓ સલામત છે. તેઓની સુરક્ષાના પગલા લેવાઇ ગયા હતા અને સતત કાળજી પણ રાખવામાં આવી હતી.

આ વચ્ચે હવે 10 સિંહોનું એક ટોળુ પસાર થઇ રહેતુ દેખાઇ રહ્યુ છે અને આ વીડિયોને રાજ્ય સરકારના સચિવ રાજીવ ગુપ્તા દ્વારા શેર કરવામાં આવ્યો છે. પરંતુ આ વીડિયો ગીરનો નહિ પરંતુ આફ્રિકાના સિંહોનો છે એવું માનવામાં આવી રહ્યું છે, હાલ આ વીડિયો ગીરના સાવજના નામે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

અપડેટ્સ: વીડિયો વાયરલ થયા બાદ  તારીખ 21 મેં  2021ના રોજ IFS એ માફી માંગી હતી અને આ એપોલોજી લેટર સામે આવ્યો હતો.